National Herald Case: રવિશંકર પ્રસાદનો આરોપ – “ગાંધી પરિવાર ભ્રષ્ટાચારનું મોડેલ બની ગયું છે”
National Herald Case નેશનલ હેરાલ્ડ કેસમાં Enforcement Directorate (ED) દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા અને સુમન દુબે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થતા રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે મંગળવારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાનૂની મંત્રી રવિશંકર પ્રસાદે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સોનિયા તથા રાહુલ પર સીધા આરોપ લગાવ્યા હતા.
પ્રસાદે કહ્યું કે નેશનલ હેરાલ્ડ નહેરુ પરિવારની ખાનગી મિલકત નથી, તે દેશના અનેક સન્માનનીય નાગરિકોનું સામૂહિક પ્રયાસ છે. તેમણે જણાવ્યુ કે જે અખબાર કોઈક સમય સ્વતંત્રતા સંગ્રામના અવાજને મજબૂત બનાવતો હતો, તેને “એટીએમ”માં ફેરવી નાખવામાં આવ્યું છે.
#WATCH | Delhi | On ED's prosecution complaint against Rahul Gandhi, Sonia Gandhi and others in alleged National Herald money laundering case, BJP MP Ravi Shankar Prasad says, "One thing should be kept in mind that Rahul Gandhi and Sonia Gandhi are out on bail. They knocked on… pic.twitter.com/FNZCAPdS4w
— ANI (@ANI) April 16, 2025
ભાજપના નેતાએ વધુમાં ઉમેર્યું કે 2009માં કોંગ્રેસે AJL (Associated Journals Ltd.) ને લોન આપી અને પછી યંગ ઇન્ડિયન નામની કંપની દ્વારા 50 લાખ રૂપિયામાં AJLના 99% શેર કબજે કરાયા. રવિશંકર પ્રસાદના જણાવ્યા મુજબ, યંગ ઇન્ડિયનના 76% શેર સોનિયા અને રાહુલના છે.
પ્રસાદે આ વિવાદને “ભ્રષ્ટાચારનું ગાંધી મોડેલ” કહેલું અને ઉમેર્યું કે કેવી રીતે હરિયાણામાં 3 કરોડની જમીન 58 કરોડમાં વેચાઈ હતી, તે પણ ભ્રષ્ટાચારના દાખલા છે.
તેમણે કહ્યું કે રાહુલ અને સોનિયા ગાંધી માત્ર જામીન પર બહાર છે અને તેમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. હવે જ્યારે કોર્ટમાં 25 એપ્રિલે સુનાવણી થવાની છે, ત્યારે ગાંધી પરિવારને ખુલ્લા મનથી જવાબ આપવો જોઈએ કે તેઓ કાયદાને તેનો માર્ગ પૂરું કરવા દેવા તૈયાર છે કે નહીં?પ્રસાદે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર કોઈ રાજકીય દબાણ નહીં ધરાવે, અને “કાયદો પોતાનું કામ કરે એ જ અમારી વચનબદ્ધતા છે.”
આ નિવેદનો કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે આવ્યા છે, જ્યાં પક્ષના નેતાઓએ ભાજપ પર રાજકીય બદલા અને તટસ્થ તપાસ એજન્સીઓના દુરૂપયોગનો આરોપ લગાવ્યો છે.