National Herald Case:નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી: સોનિયા, રાહુલ સહિત ટોચના નેતાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
National Herald Case નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં Enforcement Directorate (ED) એ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામે મોટું પગલું ભરીને ચાર્જશીટ દાખલ કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ થયેલી ચાર્જશીટમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, તથા પાર્ટીના ઓવરસીઝ વિભાગના વડા સેમ પિત્રોડા સહિતના નામ સામેલ છે. આ કેસને લઈને અદાલતે આગામી સુનાવણી માટે 25 એપ્રિલની તારીખ નિર્ધારિત કરી છે.
EDએ આરોપ લગાવ્યો છે કે નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા Young Indian કંપની દ્વારા અસત્તાવાર રીતે સંપત્તિઓનો વ્યવહાર કરવામાં આવ્યો છે, જેમાં નાણાંકીય ગેરરીતિ થઈ હોવાનું જણાવાયું છે. ચાર્જશીટમાં સુમન દુબે સહિત કેટલાક અન્ય વ્યક્તિઓના નામ પણ દાખલ કરાયા છે. આ મામલો એ સમયનો છે જયારે એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની સંપત્તિઓના માલિકી હકનો Young Indian દ્વારા કબજો લેવાયો હોવાનો આરોપ છે.
અહમ વાત એ છે કે આ પહેલીવાર છે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ સીધી રીતે દાખલ કરવામાં આવી છે. મામલો રાજકીય દ્રષ્ટિએ પણ અત્યંત સંવેદનશીલ ગણાય છે કારણ કે એના તાત્કાલિક પરિણામો કોંગ્રેસ માટે રાજકીય દબાણ ઊભું કરી શકે છે.
ચાર્જશીટ દાખલ થવા સાથે જ તપાસ એજન્સીએ હરિયાણાની રિયલ એસ્ટેટ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં પણ ક્રમશઃ કાર્યવાહી શરૂ કરી છે. રોબર્ટ વાડ્રા, જે પ્રિયંકા ગાંધીના પતિ છે, તેમની પૂછપરછ બાદ જ આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, રાજકીય ગરમાવો વધી રહ્યો છે.
હવે જોવાનું રહ્યું કે 25 એપ્રિલે થનારી સુનાવણી દરમિયાન કોર્ટ શું અભિગમ અપનાવે છે અને આગામી રાજકીય દિશાઓ કઈ તરફ વળે છે.