બિઝનેસમેન મુકેશ અંબાણીએ ધનતેરસના દિવસે બદ્રીનાથમાં નમન કર્યું હતું. પુત્રી ઈશાના ડિસેમ્બરમાં લગ્ન છે અને પ્રથમ નિમંત્રણ કાર્ડ બદ્રીનાથને આપ્યું હતું. તેમણે બદ્રીનાથ, કેદારનાથ ધામની ભોગ-પૂજાઓ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. સાથે સાથે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને ઈનોવા કાર ગિફટ કરી હતી.
મુકેશ અંબાણીની દિકરીના લગ્ન 12મી ડિસેમ્બરે આયોજિત કરવામાં આવ્યા છે. લગ્નની કંકોત્રી આપવા માટે તેઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ કેદારનાથ ગયા હતા. હેલિકોપ્ટરથી સવારે સાડા આઠ વાગ્યે તેઓ બદ્રીનાથ આવ્યા. તેમણે બદ્રીનાથ સભા મંડપમાં પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત, વધુ શ્લોકા, પુત્રી ઈશા અને થનાર જમાઈ આનંદની સાથે ભગવાન બદ્રીનાથને લગ્નની કંકોત્રી ચરણે ધરી હતી.
આ ઉપરાંત પરિવારના ક્ષેમ-કુશળ માટે બદ્રીનાથની પૂજા કરી હતી. મુકેશ અંબાણીએ બદ્રીનાથ મંદિર સમિતિને પણ લગ્નમાં હાજર રહેવાનું નિમંત્રણ આપ્યું હતું. મંદિર સમિતિના મુખ્ય અધિકારી બીડી સિંહે કહ્યું કે મુકેશ અંબાણીએ બદ્રીનાથમાં ભોગ પૂજાઓ માટે 50-50 લાખ રૂપિયા આપ્યા છે. તેમજ ભગવાનને લગ્નનું નિમંત્રણ પણ આપ્યું હતું. લગભગ એક કલાક સુધી બન્ને ધામોમાં પૂજા-અર્ચના કર્યા બાદ અંબાણી પરિવાર હેલિકોપ્ટર મારફત રવાના થયો હતો