કોંગ્રેસના ચિંતન શિવિરમાં સોનિયા ગાંધીએ કહ્યું કે એવું વાતાવરણ સર્જાયું છે કે લોકો સતત ભય અને અસુરક્ષામાં જીવે છે. અલ્પસંખ્યકોને ક્રૂરતાથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લઘુમતીઓ આપણા સમાજનો અભિન્ન અંગ છે અને આપણા દેશના સમાન નાગરિક છે.
સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે ખેડૂતો વિરુદ્ધ જે કાળો કાયદો લાવવામાં આવ્યો, કોંગ્રેસે સંસદમાં અને સંસદની બહાર ખેડૂતો માટે જોરદાર લડત આપી. સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્થાપિત જાહેર ઉપક્રમો વેચવામાં આવી રહ્યા છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે દેશમાં મોટી સંખ્યામાં બેરોજગારી વધી છે. યુપીએ સરકારના મનરેગા અને ખાદ્ય સુરક્ષા કાયદાને નબળો પાડવામાં આવી રહ્યો છે. લોકોને અમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે, અમે તેનાથી અજાણ નથી. જ્યારે આપણે ચિંતન શિબિરમાંથી બહાર આવીશું, નવા આત્મવિશ્વાસ સાથે, નવા સંકલ્પ સાથે જનતાની વચ્ચે જઈશું.
સોનિયા ગાંધીએ ચિંતન શિવિરમાં એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની હાલત અત્યારે સારી નથી. અસાધારણ પરિસ્થિતિઓનો સામનો ફક્ત અસાધારણ રીતે કરી શકાય છે. પાર્ટીએ નેતાઓને ઘણું આપ્યું છે. હવે પાર્ટીનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉદયપુરમાં કોંગ્રેસના ‘ચિંતન શિવિર’ ખાતે કહ્યું કે આ શિબિર ભાજપ અને આરએસએસની નીતિઓને કારણે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે તેના પર ચિંતન કરવાની ખૂબ જ સારી તક છે. દેશના મુદ્દાઓ પર ચિંતન અને પક્ષ સમક્ષ રહેલી સમસ્યાઓ પર આત્મનિરીક્ષણ કરવાનો આ એક અવસર છે.