વિવિધ બેન્કોના માસ્ટર કાર્ડ, અમેરિકન એકસપ્રેસ, વીઝા કાર્ડ છે, તો તમને આંચકો લાગી શકે છે. 15 ઓકટોબર 2018ની મધરતાથી આ તમામ કાર્ડ બંધ થઇ જવાના ભણકાર વાગી રહ્યા છે. જોકે,હજુ સધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
દેશભરમાં નિશ્ચતિ કરાયેલી કંપનીઓ ATM/ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની સેવા પૂરી પાડે છે. તે ઉપરાંત ફેસબુક, પેપાલ, અમેઝોન, માઇક્રોસોફટ અને અન્ય વિદેશી પેમેન્ટ કંપનીઓથી અકિલા ચુકવણી પર અસર પડશે. આવું આ કંપનીઓ તરફથી આરબીઆઇની લોકલ ડાટા સ્ટોરેજની નીતીને સ્વિકારવાની ના પાડવાના કારણે થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ(RBI) આ કંપનીઓને 6 મહિનાનો સમય આપ્યો હતો, કેમકે તેઓ ભારતમાં અકીલા જ ડાટા સ્ટોરેજનું સર્વર લગાવવામાં આવે તેમજ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વીઝા, માસ્ટર કાર્ડ જેવી પેમેન્ટ કંપનીઓને ભારતમાં લોકલ ડાટા સ્ટોરેજના મુદ્દા પર હસ્તક્ષેપ કરવાની વાત કરી હતી.
તમામ કંપનીઓએ કહ્યું હતું કે લોકલ ડાટા સ્ટોરેજથી તેમનનો ખર્ચ ઘણો વિધી જશે અને તેઓ સરળતાથી આ પ્રક્રિયાનું પાલન કરી શકશે નહીં. RBI ના નવા દિશા-નિર્દેશના અનુસંધાને દરેક પેમેન્ટ કંપનીનું પેમેન્ટ સિસ્ટમથી જોડાયેલા ડાટાને લોકલ સ્ટોરેજ કરવું અનિવાર્ય છે, જો 16 ઓકટોબરથી પ્રભાવી થઇ રહ્યું છે. ભારતમાં એવી 78 પેમેન્ટ કંપનીઓ કામ કરી રહી છે, જેમાંથી 62 કંપનીઓએ RBIના દિશા-નિર્દેશને માન્ય રાખ્યું છે. જેમાં અમેઝોન, વ્હોટ્સએપ અને અલીબાબા જેવી ઇ-કોમર્સ કંપનીઓ પણ શામેલ છે. જે 16 કંપનીઓએ નવા નિયમને માન્ય રાખ્યો નથી, તેમનું કહેવું છે કે ભારતમાં ડાટા સ્ટોરેજ સિસ્ટમથી માત્ર ખર્ચમાં વધારો નહીં ડાટાની સુરક્ષાને લઇને પણ સવાલો ઉભા થઇ શકે છે. તેમણે RBIને આ સમયસીમાને વધારવા માટે ની માંગ કરી હતી.
ખાસ કરીને મોટી અને વિદેશી પેમેન્ટ કંપનીઓએ નાણા મંત્રાલયને આ મામલામાં હસ્તક્ષેપ કરવાનું પણ કહ્યું હતું. RBIએ સ્પષ્ટ પણે કહ્યું કે પેમેન્ટ કંપનીઓએ નવા દિશા-નિર્દેશને માનવા જ પડશે. આઆ કંપનીઓએ પહેલા જ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. RBIના નિર્ણયથી આગામી ફેસ્ટીવલ સીઝન ફીકી રહેવાની આશંકા છે. નોટબંધી બાદથી દેશમાં ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડનું ચલણ ખૂબ જ વધી ગયું છે. વધુ પડતા લોકો હવે કાર્ડ દ્વારા ખરીદી કરે છે. ભારતે પણ તેનું રૂપે ડેબિટ ક્રેડિટ કાર્ડ ચાલુ કરવાનું શરૂ કરી દીધું છે. જો માસ્ટર કાર્ડ, અમેકરિકન કાર્ડ અને વીઝાના ડેબિટ તેમજ ક્રેડીટ કાર્ડ બંધ થાય છે તો ફરી લોકોની પાસ રોકડ ઉપરાંત યુપીઆઇ, નેટબર્કિંગ અને મોબાઇલ વોલેટ જેવા જ વિકલ્પો ચુકવણી કરવા બચશે. RBIનો આ નિર્ણય 90 કરોડ લોકોને અસર કરશે.