Tamil Nadu: દેશના દક્ષિણી રાજ્ય તમિલનાડુમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં આજે એટલે કે ગુરુવારે સવારે એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. અકસ્માતના સમાચારથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની માહિતી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યારે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી અકસ્માતનો ભોગ બનેલા લોકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે હાલમાં કેસ નોંધ્યો છે.
તમિલનાડુના ચેન્નઈ-ત્રિચી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક બસે કાબુ ગુમાવ્યો અને એક લારી સાથે અથડાતા ચાર લોકોના મોત થયા અને 15 થી વધુ ઘાયલ થયા, ઘાયલોને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે: