Manmohan Singh Passes Away : પૂર્વ PM મનમોહન સિંહનું નિધન: ભારતે ગુમાવ્યું એક ‘અણમોલ રત્ન’
દેશે ગુમાવ્યું ઐતિહાસિક રત્ન
ભારતના આર્થિક સુધારાના શિલ્પી અને દિગ્ગજ રાજકારણી ડૉ. મનમોહન સિંહ હવે નથી
Manmohan Singh Passes Away : પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું છે. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા, ડૉ. સિંહે તેમના જીવનમાં શિક્ષણ, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. ડૉ.મનમોહન સિંહે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. આ પછી તેમણે 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે)માંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સની ડિગ્રી મેળવી. તેમણે 1962માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલની ડિગ્રી મેળવી. શિક્ષણ પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણાવવા તરફ દોરી ગયો
https://twitter.com/salman7khurshid/status/1872320672606917055
1971માં સરકારમાં પ્રવેશઃ
1971માં ડૉ. સિંહ ભારત સરકારમાં જોડાયા અને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા. 1972માં તેમને નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેઓ નાણાં મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના અધ્યક્ષ સહિત ઘણા મહત્વપૂર્ણ પદો પર રહ્યા.
નાણા મંત્રી તરીકે યોગદાન
1991 થી 1996 સુધી, ડૉ. સિંહ ભારતના નાણા મંત્રી હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે આર્થિક સુધારાની વ્યાપક નીતિ અમલમાં મૂકી, જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ. આ સુધારાઓએ ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું અને નવી દિશા આપી. ડૉ.મનમોહન સિંહ 1991માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેમણે પાંચ વખત આસામનું પ્રતિનિધિત્વ કર્યું અને 2019માં રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા. 1998 થી 2004 સુધી, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, ત્યારે ડૉ. સિંહ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા હતા. તેમણે 1999 માં દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ 2004ની સામાન્ય ચૂંટણીઓ પછી તેઓ 22 મેના રોજ ભારતના વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા હતા. તેમણે 2009માં બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા અને 2014 સુધી આ પદ પર રહ્યા.
AIIMSએ નિધન પર પ્રેસ રિલિફ જાહેર કરી