Maharashtra: મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં નવી મુંબઈનો ભયાનક અકસ્માત થયો છે. અહીં શનિવારે સવારે શાહબાઝ ગામમાં એક ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના સમયે આ 3 માળની ઈમારતમાં કુલ 24 પરિવારો રહેતા હતા, જેઓ ઈમારતના કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. હાલ ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે.
નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કૈલાશ શિંદેનું અકસ્માતને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માત સવારે લગભગ પાંચ વાગ્યે થયો હતો. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, “આ એક G+3 બિલ્ડીંગ છે. શાહબાઝ ગામ બેલાપુર વોર્ડ હેઠળ આવે છે. આ ઈમારતમાં 13 ફ્લેટ હતા. બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને કેટલાક ફસાયા હોવાની આશંકા છે. NDRFની ટીમો સ્થળ પર “બચાવ કામગીરી ચાલુ છે. “
કાર્યવાહી કરવામાં આવશે
આ સાથે કૈલાશ શિંદેએ જણાવ્યું કે બચાવાયેલા બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેણે જણાવ્યું કે આ 10 વર્ષ જૂની ઇમારત છે. તપાસ ચાલુ છે. બિલ્ડિંગ માલિક સામે કાર્યવાહી થઈ શકે છે.