Madhya Pradesh : મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં બુધવારે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે વાહનો વચ્ચેની અથડામણમાં આઠ જેટલા લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક યુવક ઘાયલ હોવાનું કહેવાય છે અને તેની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માત ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયો હતો. જ્યાં અજાણ્યા વાહન સાથે જીપ અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ સ્થાનિક પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. અધિક પોલીસ અધિક્ષક રૂપેશ કુમાર દ્વિવેદીએ આ અંગે માહિતી આપી છે.
આ રીતે થયો ભયાનક અકસ્માત..
એએસપી દ્વિવેદીએ જણાવ્યું હતું કે આ ઘટના ઈન્દોર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટબિલ્લાદ નજીક બની હતી, જ્યાં એક જીપ અજાણ્યા વાહન સાથે જોરદાર ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આઠ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. હાલમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસ તપાસ શરૂ..
ASP દ્વિવેદીના જણાવ્યા અનુસાર અજાણ્યા વાહનનો ચાલક ઘટના બાદ તરત જ ફરાર થઈ ગયો હતો. પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. સમાચાર અપડેટ થતાં જ વધુ માહિતી આપવામાં આવશે.