વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલામાં આજે લંડનના વેસ્ટમિસ્ટર કોર્ટ મોટો નિર્ણય લઇ શકે છે. કોર્ટનો નિર્ણય કોઇ પણ પક્ષમાં આવે કારણ કે વિજય માલ્યા ભારત આવી શકશે નહી કારણ કે નિર્ણય વિરુદ્ધ જવા પર માલ્યા મોટી કોર્ટમાં જઇ શકે છે. સીબીઆઇ અને ઇડીની ટીમ લંડન પહોંચી ચૂકી છે અને વકીલોના સંપર્કમાં છે. ભારતીય તપાસ એજન્સીઓ માલ્યાનું પ્રત્યાર્પણ કરીને ભારત લાવવા માંગે છે. સૂત્રોના મતે ઇડીના બે અધિકારીઓ પણ સીબીઆઇના અધિકારીઓ સાથે છે.
સીબીઆઇ સૂત્રોના મતે જો નિર્ણય ભારતના વિરોધમાં ગયો તો ઉપરની કોર્ટમાં જવાની તૈયારી કરી દેવામાં આવી છે. નિર્ણય ભારતના પક્ષમાં આવે છે તો ભારત 2019ની ચૂંટણીમાં આ મુદ્દાનો ફાયદો ઉઠાવી શકે છે. ભારત સરકારને આ મામલાને લઇને ખૂબ આશા છે.