નવી દિલ્હી તા.1 : નાણામંત્રી અરુણજેટલી દ્વારા આજે 2017-18 માટે બજેટ રજુ કરવામાં આવ્યું હતું તેની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે દરેક રાજકીય પક્ષ ના નેતા માં ક્યાંક ખુશી ક્યાંક ગમ નો માહોલ દેખાઈ રહ્યો છે.રાહુલ ગાંધી આ બજેટ થી ખુશ નથી દેખાઈ રહ્યા તેમને ગુસ્સો નીકળતા જણાવ્યું હતું કે આ બજેટ માત્ર શેરો સાયરી વાળું છે ખેડૂતો અને યુવાનો માટે કશું કરવામાં નથી આવ્યું.
કોંગ્રેસ ના નેતા પવન ખેરા ની બજેટ પર પ્રતિક્રિયા.
- લોન મેળવવા માટે ની પ્રક્રિયા એટલી કઠિન છે કે કૃષિ ક્ષેત્રે 10 લાખ કરોડ ની ફાળવણી પાયાવિહોણી લાગે છે.નોટબંધી ના કારણે લોકો નો ભાજપ માંથી વિશ્વાશ નહિવત થયો છે.ઔદ્યોગિક એકમનો ભરોસો આજે આરબીઆઇ માંથી ઓછો થઇ ગયો છે.
- સ્વયં નિમાયેલા અધિકારી આજે દેશ ના ચામડા ઉદ્યોગ ને ચલાવે છે અને જેના કારણે બેરોજગારી નું સ્તર આકાશ ચુંબી રહ્યું છે.
અમિતશાહ નું બજેટ પર નિવેદન.
આ બજેટ ગરીબો અને મહિલાઓના હિતમાં છે. પીએમ મોદીએ પોલિટિક્સમાં ટ્રાન્સપરન્સી લાવવા માટે 2014માં કરેલા પોતાના વાયદા પૂરા કર્યા.
કોંગ્રેસ ના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મલ્લિકાઅર્જુન ની પ્રતિક્રિયા.
- બે બજેટ ને એક સાથે રજુ કરી ને ભાજપ રેલવે ની ઓળખાણ ને નષ્ટ કરવા બેઠી છે.મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઈ.એહમદ ના નિધન ના કારણે તેમને માંગણી કરી હતી કે બજેટ ને મોકૂફ રાખવામાં આવે પરંતુ સ્પીકરે તેમની માંગણી ફગાવતા મલ્લિકાઅર્જુન એ આકરો રોષ વ્યક્ત કર્યો હતો.
બજેટ થી શિવ સેના નાખુશ.
- રજુ થયેલ બજેટ પર શિવ સેના સંપૂર્ણ પણે નાખુશ નજરે પડી હતી શિવસેના ના પ્રમુખ અરવિંદ શાંવત એ જણાવ્યું હતું કે ” આ બજેટ થી સરકાર ગરીબ અને નૌકરીયાત વર્ગ ને રાહત આપી રહી છે પરંતુ તેમાં સિનિયર સીટીસન અને ખેડૂતો ની અદેખાઈ કરવામાં આવી છે.”
- તેમને વધુ માં જણાવ્યું હતું કે ‘ સરકારે રજુ કરેલ બજેટ માં જણાવ્યું છે કે ગરીબો ને મફત માં ઘર નું વિતરણ કરવામાં આવશે પરંતુ છેલ્લા અઢી વર્ષ માં ખરેખર માં કેટલા ઘર નું નિર્માણ કરવામાં આવ્યું છે.કેટલાક વિસ્તાર માં રહેઠાણ નું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ તેમને રહેવાનો અધિકાર હજુ સુધી આપવામાં નથી આવ્યો.અને કેટલાક વિસ્તાર માં સરકારે જે મકાન માટે ગરીબો ને સપના બતાવ્યા હતા તેની વાસ્તવિકતા આજે કઈ અલગ જ છે.“
બજેટ માં મજુર લોકો ની અદેખાઈ થઇ છે : બીએમસી
- ભારતીય મજદૂર સંઘ પણ રજુ થયેલા બજેટ થી થોડા ઘણા અંશે નાખુશ જોવા મળી હતી.બીએમસી ના જણાવ્યા પ્રમાણે રજુ બજેટ માં નોકરીયાત અને મજુર સંઘ ના લોકો પર કોઈ પ્રકાર નું ધ્યાન જ આપવામાં નથી આવ્યું.શ્રમિક લોકો ની વૃદ્ધિ અને વિકાસ ને લઇ કોઈ પ્રકાર ની ઘોષણા બજેટ માં રજુ નથી થઇ.
- બીએમસી ના સેક્રેટરી વ્રિજેશ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે અમે સરકાર ને રજુઆત કરીયે છે કે તે બજેટ માં ફરી એક વખત નજર કરે અને જો માંગણી પુરી નહિ થાય તો આંદોલન ની પણ તૈયારી કરવામાં આવી છે.
સ્પોર્ટ બજેટ માં 350 કરોડ નો વધારો.
- રજુ થયેલ યુનિયન બજેટ માં સ્પોર્ટ બજેટ ને 350 કરોડ નો ધરખમ વધારો મળ્યો છે ગત વર્ષે નાણામંત્રી અરુણ જેટલી દ્વારા 1,592 કરોડ ની ફાળવણી કરવામાં આવી હતી જયારે આ વર્ષે તે વધી ને 1,943 કરોડ ની કરવામાં આવી છે.2018 માં કોમન્વેલ્થ ગેમ યોજાનારી છે તેને નજર માં રાખી ને નાણામંત્રી દ્વારા આ બજેટ માં વધારો કરવામાં આવ્યો છે તેમ માનવામાં આવી રહ્યું છે.
બજેટ પછી શું સસ્તુ થશે.
- એલઇડી લેમ્પ
- સોલાર પેનલ
- મોબાઈલ માટે ના પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ
- માઈક્રો એટીએમ
- ફિંગર પ્રિન્ટ મશીન
બજેટ પછી શું મોંઘુ થશે.
- ચાંદી ના સિક્કા
- સિગારેટ અને તમ્બાકુ
- બીડી
- પાન મસાલા અને ગુટકા
- બહાર થી આયાત કરવામાં આવેલ ચીજવસ્તુ
- પાણી ને સ્વચ્છ કરનાર ફિલ્ટર્સ
- કાજુ
એરઇન્ડિયા ને ચાલુ વર્ષે 18,000 કરોડ મળશે.
- આ બજેટ માં કાયમ ઘાટા માં ચાલતી દેશ ની એરલાઇન્સ ને પણ ધ્યાન માં રાખવામાં આવી છે સ્વાયત રીતે સરકાર દ્વારા આ વર્ષે એરઇન્ડિયા ને 1800 કરોડ ની ફાળવણી કરવાની વાત કરવામાં આવી છે.આ નાણાકીય સહાય બજેટ માં રજુ કરવામાં રકમ થી આંશિક રીતે વધારે છે.
- સાલ 2017-16 ના બજેટ દરમિયાન સરકાર દ્વારા 1,713 કરોડ ની ફાળવણી કરવામાં આવી હતી જયારે તે સમયે એરલાઇન્સ ની માંગ 3,911 કરોડ ની હતી.
- 30,0231 કરોડ ના બજેટ માંથી સરકારે આ વર્ષે 1800 કરોડ ની ફાળવણી સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે.
- જયારે 2017 ની શરૂઆત માં એરઇન્ડિયા દવારા સરકાર પાસે 2,844 કરોડ ની માંગણી કરવામાં આવી હતી.