દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં વધતા પ્રદૂષણ પર આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, પર્યાવરણ મંત્રી ગોપાલ રાય અને દિલ્હીના પ્રમુખ સચિવ હાજર રહેશે. આ બેઠકમાં વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવા પર ચર્ચા કરવામાં આવશે.
દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે સરકારને સોમવાર સુધી ઈમરજન્સી પ્લાન તૈયાર કરવાનું કહ્યું છે. ચીફ જસ્ટિસ રમનાએ શનિવારે કહ્યું, તમને ખબર છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. અહીં સુધી કે આપણે આપણા ઘરોમાં પણ માસ્ક પહેરી રહ્યાં છીએ.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એર ક્વોલિટી સુધારવા માટે સોમવાર સુધી ઈમરજન્સી પ્લાન તૈયાર કરવાનું કહ્યું છે. CJIએ કહ્યું, તમે જણાવો કે તમે કેવી રીતે ઈમરજન્સી સ્ટેપ ઉઠાવવાની તૈયારી કરી રહ્યાં છો? શું બે દિવસનું લોકડાઉન લગાવશો? AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ)ને નીચે લાવવા માટે તમારી પાસે શું યોજના છે?