ભારત દેશને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. જ્યા આસ્થાના પ્રતિક તમામ મંદિરો છે. જેમાં કેટલાક મંદિરો એવા પણ છે જેમની વાસ્તુકલા અનોખી છે. આ મંદિરોમાં ઘણા એવા છે જે વિજ્ઞાનના મામલામાં પણ બેજોડ છે. યૂપીના કાનપુરમાં આવું જ એક મંદિર છે જે મોનસૂનની સટિક સૂચના આપે છે. ભારતીય પુરાતત્વ વિભાગના સંરક્ષિત સ્મારકોમાં સામેલ આ મંદિર દેશભરના વૈજ્ઞાનિકો માટે કૌતુહલનો વિષય બનેલો છે.કાનપુરની લગભગ 50 કિમી દૂર બેહટા બુજુર્ગ ગામમાં બનેલા આ જગન્નાથ મંદિરને મોનસૂન મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની પ્રતિમા સ્થાપિત છે. મંદિરની છત પર મોનસૂન પત્થર લાગેલો છે. આ પત્થરથી પડી રહેલા ટીપાથી અંદાજ લાગી જાય છે કે વરસાદ કેવો થશે. જો વધારે ટીપા પડે તો વધારે વરસાદ થવાની સંભાવના બને છે. આ ફક્ત એક માન્યતા નથી તેમાં આખું વિજ્ઞાન પણ છે. મંદિર બનાવતા સમયે જ સંભવત આ વાતને ધ્યાનમાં રાખવામાં આવી હશે. મંદિરની દિવાલો અને છત એ રીતે બનાવવામાં આવી છે કે ચોમાસું શરૂ થયાના 5-7 દિવસ પહેલા જ સંકેત આપવાના શરૂ કરી દે છે.
કહેવામાં આવે છે કે આ મંદિર ઘણી વખત તૂટ્યૂ અને બન્યું છે. ઘણી વખત મંદિરનો જિર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. જ્યાર દેશમાં બોદ્ધ ધર્મ ચરમ પર હતો તે વખતની સ્થાપત્ય કલા પણ મંદિરના નિર્માણમાં જોવા મળે છે. મંદિરોને પત્થરોની કાર્બન ડેટિંગથી ખબર પડે છે કે આ 4200 વર્ષ જૂનું છે. આ મંદિર ત્રણ ભાગોમાં બનેલું છે. ગર્ભગૃહનો એક નાનો ભાગ છે અને પછી મોટો ભાગ છે. આ ત્રણેય ભાગ અલગ-અલગ કાળમાં બન્યા છે. અહીં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત છે. અહીં વિષ્ણુના 24 અવતારોની, પદ્મનાભ સ્વામી મૂર્તિ સ્થાપિત છે. મંદિરની દેખરેખ કરનાર કેપી શુક્લાએ કહ્યું કે મંદિરના ઇતિહાસને લઇને ઘણા મતભેદ છે. જૂનો સમયમાં અલગ-અલગ રાજાઓએ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો છે. મંદિરમાં પત્થરનું પદ્મ ચિન્હ પણ લાગેલું છે. એવી માન્યતા છે કે ચિન્હો અને પ્રતિકોની પૂજા સિંધુઘાટી સભ્યતા દરમિયાન કરવામાં આવતી હતી.મંદિર વરસાદની ભવિષ્યવાણી માટે ઓળખાય છે. મંદિરના શિખર પર રહેલા સૂર્ય ચક્રનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સૂર્ય ચક્રના કારણે આ વિસ્તારમાં ક્યારેય વીજળી પડતી નથી. આ મંદિરને રથના આકારમાં બનાવવામાં આવ્યું છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુ અહીં દર્શન કરવા માટે આવે છે. ભારતીય પુરાતત્વ વિભાગ અને મંદિરની દેખરેખ માટે રહેલા કેયર ટેકરનું કહેવું છે કે બે ત્રણ વર્ષ પહેલા સુધી અહીં સતત વૈજ્ઞાનિકોની અવરજવર રહેતી હતી. ઘણી વખત વૈજ્ઞાનિકો રિસર્ચ માટે આવી ચૂક્યા છે. જોકે કોઇ ખાસ જાણકારી મેળવી શક્યા નથી.