આજે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વય સેવક સંઘના હેડગેવર ભવન ખાતે RSSની સમન્વય બેઠક મળી હતી જેમાં રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ગૃહરાજ્યમંત્રી, સંસાદ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા જો કે બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ,ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી અને બેઠકમાં આવેલા તમામ મહાનુભવોને રોડ પર પાર્ક કરેલી ગાડીઓ કંપીરાજની શિકાર બની હતી વાંદરાઓના ટોળું પણ હેડગેવર ભવન પાસે આવ્યો હતો પાર્ક કરેલી ગાડીઓ પર વાંદરાઓ કૂદા –કૂદા કરી આતંક મચાવ્યો હતો જેમાં કેટલાક મંત્રીઓના ગાડીના કાચ તૂટી પાડ્યા હતા શિક્ષણમંત્રી જીતવાઘાણીની કારના કાચ વાંદરાઓ ભૂક્કો બોલાવી દીધો હતો.
ઘટનાના પગલે સિકયુરિટી ગાર્ડ પણ દોડી આવ્યા હતા અને વાંદરાઓને હકાલવાની તજવીજ હાથ ધરી હતી હેડગેવર ભવનમાં મળેલી આ મહત્વપૂર્ણ બેઠક સમાજિક અને રાજકીય સ્થિતિ ચર્ચા થઇ હતી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નેતાઓની બેઠકનું ધમધમાટ શરૂ થયો છે. જોકે વાંદરાઓ મચાવેલા આતંકને લઇ અનેક ગાડીઓને નુકશાન પહોંચ્યા હતા કહેવાય છે કે ભાજપની રાજ્કીય પાંખ તરીકે RSS કામ કરતી હોય છે કેટલાક RSSના નેતાઓ પણ ભાજપ જોડાઇ ચુક્યા છે અને આ બેઠક આવર-નાવર હેડગેવરભવન ખાતે યોજાતી હોવાની પણ વાતો મળી રહી છે.