હિંદુ માન્યતાઓ પ્રમાણે આ વર્ષે જૂન મહિનો ખૂબ જ ખાસ છે. પરિણીતાઓનો ખાસ તહેવાર વટ સાવિત્રી અને શનિ જયંતી પણ આ મહિને આવશે. આ પ્રકારે જૂનમાં અનેક તહેવાર અને વ્રત આવી રહ્યા છે. આ મહિને વિધિવત પૂજા-પાઠ અને અનુષ્ઠાન કરવાથી લગ્ન, દેવું અને પારિવારિક કષ્ટોનું નિવારણ થઈ શકે છે. વર્ષ 2021નું પહેલું સૂર્યગ્રહણ 10 જૂનના રોજ છે. જોકે, તે ભારતમાં જોવા મળશે નહીં. આ સિવાય વટ સાવિત્રી વ્રત છે. આ વ્રત દર વર્ષે જેઠ મહિનાની પૂનમના દિવસે રાખવામાં આવે છે. પરિણીતાઓ માટે આ દિવસ ખાસ માનવામાં આવે છે.
6 જૂન, અપરા એકાદશીઃ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. આ વ્રત કરવાથી પરિણીતા મહિલાઓનું સૌભાગ્ય પણ વધે છે. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. લગ્ન જલ્દી થશે. ગુરુને લગતા દોષથી મુક્તિ પણ મળશે.
7 જૂન સોમ પ્રદોષઃ આ દિવસે ભગવાન શિવને જળ ચઢાવીને પૂજા અને વ્રત કરવામાં આવે છે. સોમ પ્રદોષના પ્રભાવથી લગ્નજીવનની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ વધે છે. આ વ્રત કરવાથી રોગથી મુક્તિ પણ મળે છે. આ દિવસે વટ વૃક્ષની પરિક્રમા અને પૂજા કરવી જોઈએ.
9 જૂન વટ સાવિત્રી વ્રતઃ આા દિવસે વટ વૃક્ષની પૂજા અને કાળા અડદનું દાન કરવાથી પરેશાનીઓ દૂર થાય છે. આ વ્રતના પ્રભાવથી પતિની ઉંમર વધે છે.
10 જૂન શનિ જયંતિઃ આ દિવસે શનિ મંદિરમાં તેલનું દાન કરો. રોગથી મુક્તિ મળશે. સાથે જ આવું કરવાથી પારિવારિક સુખ-સમૃદ્ધિ પણ વધે છે અને પરેશાનીઓ દૂર થાય છે.
13 જૂન રંભા ત્રીજઃ આ દિવસે દેવી પાર્વતીની વિશેષ પૂજા અને વ્રત કરવાની પરંપરા છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે અને મહિલાઓની શારીરિક પરેશાનીઓ દૂર થાય છે.
14 જૂન વિનાયક ચોથઃ જેઠ મહિનાની આ ચોથ તિથિએ ગણેશજી અને ચંદ્રની પૂજા કરવાથી પતિની ઉંમર વધે છે, મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પરિવારની પરેશાનીઓ પણ દૂર થાય છે.
19 જૂન મહેશ નોમઃ આ દિવસે શિવજી સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત અને પૂજા-પાઠ કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને પરેશાનીઓ દૂર થાય છે.
20 જૂન ગંગા દશેરા અને ગાયત્રી જયંતીઃ આ તિથિએ મહિલાઓ દેવી ગંગાની પૂજા કરે છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી તપ, સૌભાગ્ય અને દરેક પ્રકારનું સુખ વધે છે.
21 જૂન નિર્જળા એકાદશી અને રૂકમણી વિવાહઃ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. નિર્જળા એકાદશી વ્રત કરવાથી સૌભાગ્ય અને ધનલાભ સાથે જ આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે.
22 જૂન ભોમ પ્રદોષ અને વટ પૂજાઃ આ દિવસે વટ વૃક્ષની પૂજા કરીને ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે. આવું કરવાથી સૌભાગ્ય અને આરોગ્ય મળે છે.
24 જૂન વટ સાવિત્રી વ્રતઃ અનેક જગ્યાએ જેઠ મહિનાની પૂનમના દિવસે આ વ્રત કરવાની પરંપરા છે. આ વ્રત કરવાથી પતિની ઉંમર વધે છે અને મહિલાઓનું સૌભાગ્ય પણ વધે છે.
27 જૂન સંકટ ચોથઃ આ દિવસે જેઠ મહિનાના વદ પક્ષની ચોથ છે. આ વ્રતમા ભગવાન ગણેશની પૂજા કરીને રાતે ચંદ્રને અર્ઘ્ય આપવાથી સૌભાગ્ય વધે છે.