Nishikant Dubey Statement: નિશિકાંત દુબેના નિવેદનથી રાજકીય તૂફાન: વિપક્ષે લગાવ્યા ગંભીર આરોપ
Nishikant Dubey Statement ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને દિનેશ શર્માના ન્યાયતંત્ર વિશેના વિવાદાસ્પદ નિવેદનોથી દેશની રાજકીય હવામાં ગરમાવો આવી ગયો છે. શનિવાર, 19 એપ્રિલના રોજ બંને નેતાઓએ ન્યાય વ્યવસ્થાની કામગીરી પર સવાલ ઉઠાવતાં નિવેદનો આપ્યા, જેનાથી વિપક્ષે આકરો વિરોધ નોંધાવ્યો. વિવાદના વધતા જોતાં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્પષ્ટ કહ્યું કે પાર્ટી આવા નિવેદનોને સમર્થન નથી આપતી.
જ્યારે દુબેએ કહ્યું કે “મુખ્ય ન્યાયાધીશ દેશમાં ગૃહયુદ્ધ માટે જવાબદાર છે અને સુપ્રીમ કોર્ટ ધર્મયુદ્ધ ભડકાવે છે,” ત્યારે વિપક્ષે આ નિવેદનને લોકશાહી પર સીધી હુમલાખાતર ગણાવ્યો. દુબેએ વધુમાં જણાવ્યું કે જો દરેક નિર્ણય માટે કોર્ટ જ જવાબદાર રહેશે, તો સંસદ અને વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ.
વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, આ નિવેદનો સામે સખત અવાજ ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે સરકારના નેતાઓ દ્વારા જુદી-જુદી યુક્તિઓથી સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠાને નબળી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે કોર્ટ બંધારણના મૂળભૂત માળખાની રક્ષા કરવા કહી રહી છે અને તેનું નિશાન બનાવવું ખોટું છે. વકીલ અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે પણ દુબેની ટીકા કરી અને કહ્યું કે અંતિમ નિર્ણય કોર્ટનો જ હોય છે, સરકારનો નહિ.
મામલો વધારે ન વઘરે અને પક્ષની છબી ન બગડે તે માટે જેપી નડ્ડાએ ઇન્સ્ટાગ્રામ પર નિવેદન આપીને સ્પષ્ટતા કરી કે દુબે અને શર્માના નિવેદન વ્યક્તિગત છે, ભાજપનું એમાં કોઈ સમર્થન નથી. તેમણે જણાવ્યું કે પાર્ટીએ હંમેશા ન્યાય તંત્રનો સન્માન કર્યો છે અને ભવિષ્યમાં આવા નિવેદનો ન આવે તે માટે સૂચના પણ આપવામાં આવી છે.