Jagdeep Dhankhar: “સંસદ સર્વોચ્ચ છે, કોઈ સત્તા તેના ઉપર નહીં”
Jagdeep Dhankhar સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પછી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ફરી એકવાર ખુલ્લેઆમ પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં સંસદના સર્વોચ્ચ પદની ભૂમિકા પર ભાર મૂક્યો છે. દિલ્હીની યુનિવર્સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન, તેમણે જણાવ્યું કે ભારતના બંધારણમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સંસદથી ઉપર નથી.
જગદીપ ધનખડનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટની એક બેન્ચે તાજેતરમાં રાજ્યપાલોને તેમના દ્વારા રોકાયેલા બિલો પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા માટે નિર્દેશ આપ્યો હતો. આ નિર્ણયને લઇને ધનખડે કહ્યું હતું કે ન્યાયવ્યવસ્થા શાસનના કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે અને એક પ્રકારની “સુપર પાર્લામેન્ટ” તરીકે કાર્ય કરી રહી છે, જે લોકશાહી માટે ચિંતાજનક છે.
તેમણે વધુમાં કહ્યું કે, “હું આ દેશના બંધારણની વાત કરું છું. બંધારણ એ સંસદને સર્વોચ્ચ સ્થાન આપે છે. જે કોઈ વ્યક્તિ કે પદાધિકારી આવી કલ્પના કરે કે તેઓ સંસદથી ઉપર છે, તો તે બંધારણીય ભાવનાઓનું ઉલ્લંઘન કરે છે.”
VIDEO | Speaking at an event in Delhi University, Vice-President Jagdeep Dhankhar (@VPIndia) said, "A prime minister, who imposed Emergency, was held accountable in 1977. Therefore, let there be no doubt about it – Constitution is for the people and it's a repository of… pic.twitter.com/mjXt84tLcS
— Press Trust of India (@PTI_News) April 22, 2025
ઉપરાષ્ટ્રપતિએ પોતાની અગાઉની ટિપ્પણીની ટીકા કરનારાઓ પર પણ પ્રહાર કર્યો અને જણાવ્યું કે બંધારણીય પદાધિકારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવતાં દરેક શબ્દો રાષ્ટ્રહિત માટે હોય છે, રાજકીય લાભ માટે નહીં.
ધનખડે આ પહેલા પણ જાહેર મંચ પરથી કહ્યું છે કે ન્યાયપાલિકા માત્ર કાયદાની વ્યાખ્યા કરી શકે, નવા કાયદા બનાવી શકતી નથી. “અમે ક્યારેય એવી લોકશાહી માટે કલ્પના નહોતી કરી હતી જેમાં ન્યાયાધીશો શાસન કરે,” એમ તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું. તેમના નિવેદનોને કારણે રાજકીય અને ન્યાયિક વર્તુળોમાં ચચા ઉઠી છે. જ્યાં એક તરફ તેઓ બંધારણના વ્યાખ્યાને સાચવવાના દાવા કરે છે, ત્યાં બીજી તરફ વિપક્ષ અને કાનૂન વિશેષજ્ઞો આ પ્રકારની ટિપ્પણીઓને ન્યાયપાલિકા વિરુદ્ધ માનતા આવ્યા છે.
ધનખડ અગાઉ પણ સંસદ અને ન્યાયપાલિકા વચ્ચેના સીમા વિષે સ્પષ્ટ અભિપ્રાય આપી ચૂક્યા છે, અને તેમનું મંતવ્ય છે કે જો દરેક સત્તા પોતાનું મર્યાદાનું પાલન કરે તો દેશની લોકશાહી મજબૂત બનશે.