Most Gold In The World દુનિયામાં સૌથી વધુ સોનું કોના પાસે છે? ભારતીયો પાસે છે સૌથી વધુ સોનું
Most Gold In The World સોનાની વાત આવે ત્યારે દુનિયાભરમાં ભારતના લોકોનો જુસ્સો અનન્ય છે. લગ્ન હોય કે તહેવારો, સોનું હંમેશાં ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ રહ્યો છે. આજના સમયમાં જ્યારે વૈશ્વિક અર્થતંત્ર સતત બદલાઈ રહ્યું છે, ત્યારે પણ ભારતીયોએ સોનામાં રોકાણ કરવાનો જુસ્સો જળવાઇ રાખ્યો છે. અને હવે આ વાત ડેટાથી પણ સાબિત થાય છે—વિશ્વમાં સૌથી વધુ સોનું કોઈ દેશની સરકાર કે બેંક પાસે નહીં, પણ ભારતના ઘરોમાં છે.
25,000 ટન સોનું ભારતીય પરિવારો પાસે
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ભારતીય પરિવારો પાસે અંદાજે 25,000 ટન સોનું છે. આ માત્ર એક આંકડો નથી, પણ વિશ્વના અન્ય દેશોની કેન્દ્રિય બેંકોના કુલ સોનાના સ્ટોક કરતાં પણ વધારે છે. વિસમતાજનક રીતે, ચીનના લોકો બીજા ક્રમે છે અને તેઓ પાસે 20,000 ટન જેટલું સોનું છે. જ્યારે અમેરિકાની કેન્દ્રીય બેંક પાસે આશરે 8,133 ટન અને જર્મની પાસે 3,355 ટન સોનું છે.
સોનું માત્ર ઘરેણાં નહીં, પણ નાણાકીય સુરક્ષાનું પ્રતીક
ભારતમાં સોનું માત્ર ભવ્યતા કે સુંદરતાનું પ્રતીક નથી, પણ એક સુરક્ષિત રોકાણ તરીકે પણ જોવામાં આવે છે. વૈવાહિક પ્રસંગો, ધાર્મિક તહેવારો અને અન્ય વિશેષ અવસરોમાં સોનું ખરીદવાની પરંપરા આજે પણ તદ્દન જીવંત છે. પેઢી દર પેઢી ચાલુ રહેલી આ પરંપરાએ ઘરોમાં સોનાનો સંગ્રહ સતત વધાર્યો છે.
ભાવ વધ્યા છતાં માંગ ઓછી નહીં
વિશ્વમાં સોનાના ભાવમાં 2024-25 દરમિયાન આશરે 33.78%નો ઉછાળો આવ્યો હતો, છતાં ભારતમાં સોનાની માંગમાં ફક્ત 4.79%નો ઘટાડો જોવા મળ્યો. આ દર્શાવે છે કે ભાવ વધારાની પરવા કર્યા વિના ભારતીયો સોનામાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે.
સોનાની ચમક ભલે સમય સાથે બદલાતી હોય, પરંતુ ભારતના લોકો માટે તેનો ભાવ ક્યારેય ઘટતો નથી. આંકડાઓ સાબિત કરે છે કે ભારત માત્ર ભાવનાત્મક જ નહીં, પરંતુ વ્યાવસાયિક રીતે પણ સોનાના ક્ષેત્રમાં દુનિયાના ટોચના સ્થાને છે.