Indian Army News : જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સેનાની આર્મી-વાન 350 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 5નાં મોત:10 જવાનો ઘાયલ, 3 હજુ લાપતા
સેનાનું વાહન 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું
5 જવાનો શહીદ, ઘણા ગંભીર રીતે ઘાયલ
આ ઘટના પૂંછ જિલ્લાના બાલનોઈ વિસ્તારમાં બની
Indian Army News : જમ્મુ અને કાશ્મીરના મેંધરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે સૈનિકોને લઈને જઈ રહેલું સેનાનું વાહન ખીણમાં પડી ગયું. સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો મળી આવ્યા છે અને વાહનમાં મુસાફરી કરી રહેલા ઘણા સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ છે.
ભારતીય સેનાનું આ વાહન પુંછના મેંઢરમાં 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ વાહનમાં કુલ 18 સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 10 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ જવાનો 11 મરાઠા રેજિમેન્ટના હતા, જેઓ નિયંત્રણ રેખા (LoC) તરફ જઈ રહ્યા હતા. સેનાએ જવાનોની શોધમાં બચાવ અભિયાન શરૂ કરી દીધું છે.
સેનાના એક અધિકારીએ કહ્યું, ‘લગભગ 18 સૈનિકોને લઈને જતું ભારતીય સેનાનું વાહન પૂંછ જિલ્લાના બાલનોઈ વિસ્તારમાં 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. અનેક જવાનો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના સમયમાં આવા અનેક અકસ્માતો પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં જ 15 ડિસેમ્બરે ઝાડીકુશી-ગુરેઝ રોડ પર રોડ પરથી એક વાહન સ્લીપ થતાં સેનાના બે જવાનો ઘાયલ થયા હતા.