India Pakistan Tension: પહેલગામ હુમલાના જવાબમાં ભારતે ફ્રાન્સથી 26 રાફેલ-એમ જેટ્સનો સોદો કર્યો
India Pakistan Tension પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મૃત્યુ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ તીવ્ર બન્યો છે. હુમલાના જવાબમાં ભારતે અનેક તાકીદના પગલાં લીધાં છે, જેમાં સિંધુ જળ સંધિનું સ્થગિત કરવું અને પાકિસ્તાની નાગરિકોના વિઝા પર પ્રતિબંધ લગાડવો મુખ્ય છે. આ સાથે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને શંકાસ્પદ આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે.
પાકિસ્તાને ફરીવાર યુદ્ધવિરામનો ભંગ કરતા પૂંછ અને કુપવાડા જિલ્લામાં ગોળીબાર કર્યો, જેને ભારતે યોગ્ય જવાબ આપ્યો. સુરક્ષા દ્રષ્ટિએ પાકિસ્તાનએ ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે, જ્યારે અટારી-વાઘા બોર્ડર પણ બંધ છે.
આ તણાવભર્યા વાતાવરણ વચ્ચે ભારતે રક્ષણશક્તિ વધારવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ફ્રાન્સ સાથે 26 રાફેલ-એમ લડાકૂ વિમાન ખરીદવાનો રૂ. 63,000 કરોડનો સોદો કરવામાં આવ્યો છે. આ વિમાનો ખાસ કરીને નેવિલ ઓપરેશન્સ માટે બનાવવામાં આવ્યા છે અને ભારતના વિમાન વાહક જહાજ INS વિક્રમાદિત્ય અને INS વિક્રમ માટે ઉપયોગી બનશે.
દૂષિત વાતાવરણમાં એક તરફ તુર્કીએ પાકિસ્તાનને લડાકૂ વિમાનો આપવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ ભારત આંતરિક સુરક્ષા મજબૂત કરવા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રક્ષણતંત્ર મજબૂત બનાવી રહ્યું છે.હુમલાની તપાસમાં બહાર આવ્યું છે કે આતંકવાદીઓ સેટેલાઇટ ફોન અને ચેટના માધ્યમથી તેમના હેન્ડલરો સાથે સતત સંપર્કમાં હતા. તેઓ પીઓકેમાં સ્થિત 42થી વધુ આતંકવાદી કેમ્પોમાંથી આવ્યા હોવાનું મનાય છે.
સંસદ ભવનમાં સંરક્ષણ સંબંધિત સ્થાયી સમિતિની તાકીદની બેઠક યોજાઈ, જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા. જ્યારે ભાજપના નેતા નિશિકાંત દુબેએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ટીકા કરતા જણાવ્યું કે લોકો જાણે કે તેઓ દેશભક્ત છે કે નહીં.