India Action Against Pakistan: આતંકી હુમલાના જવાબમાં ભારતની મોટી કાર્યવાહી: પાકિસ્તાન સામે કડક વલણ
India Action Against Pakistan પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ તમિલ વલણ અપનાવ્યું છે. ભારતે પહેલેથી જ સિંધુ જળ સંધિ હેઠળ મળતા પાણી પર નિયંત્રણ રાખીને મોટો રાજકીય સંકેત આપી દીધો છે. હવે સરકાર વધુ બે નિર્ણયો લઈ શકે છે જે પાકિસ્તાન માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે — ભારત પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર અને દરિયાઈ માર્ગો બંધ કરવાનો વિચાર કરી રહ્યું છે.
શું છે ભારતના આગામી પગલાં?
પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આતંકવાદને પ્રોત્સાહન આપતું રહ્યું છે. તેનું વલણ જોયા બાદ ભારત સરકારે તેને વ્યાપારી અને પરિવહન સ્તરે પણ ઝટકો આપવા નિર્ણય કર્યો છે. ભારતે અગાઉ પાકિસ્તાનના વેપારિક પ્રવાહ માટે મહત્વપૂર્ણ ભારતીય બંદરોને અવરોધિત કરવાની તૈયારી શરૂ કરી છે. હવે જો ભારત પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દે છે, તો પાકિસ્તાનના ધંધા-રોજગાર પર સીધી અસર પડશે.
આર્થિક અસર કેટલી ગંભીર હશે?
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપ તરફ જતા માર્ગ માટે ભારતીય હવાઈ માર્ગનો ઉપયોગ કરે છે. જો ભારત આ માર્ગ બંધ કરે છે, તો પાકિસ્તાનને શ્રીલંકા અથવા ચીનના હવાઈ માર્ગો અપનાવવા પડશે, જેના કારણે ઉડાનનો સમય, ઈંધણ ખર્ચ અને ટિકિટ ભાડું વધી જશે.
તે જ રીતે, દરિયાઈ માર્ગો બંધ થવાથી પાકિસ્તાનનો આયાત-નિકાસ ઠપ્પ થઈ જશે. વેપાર ઘટશે, રૂપિયો કમી થશે અને મોંઘવારીમાં ભયંકર વધારો.
યુરોપ પહેલેથી જ આપી ચૂક્યું છે ઝટકો
2020માં યુરોપિયન એર સેફ્ટી એજન્સી (EASA)એ સલામતીના કારણોસર PIA પર યુરોપ જતી ફ્લાઇટ્સ માટે પ્રતિબંધ મૂક્યો હતો, જે બાદમાં નવેમ્બર 2024માં જ એને ફરીથી મંજૂરી મળી હતી. એ રીતે જો ભારત પણ આવું પગલું ભરે, તો આ પગલાં પાકિસ્તાન માટે લાંબા ગાળે વિનાશક સાબિત થઈ શકે છે.