હાલ ફરી એકવાર રાજ્યમાં કપલ બોક્સનું કલ્ચરે માથું ઉચક્યું છે. વડોદરા ચાલી રહેલા બેફામ કપલ બોક્સ સામે વડોદરા પોલીસે લાલઆંખ કરી છે.જેમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બેરોકટોકપણે ચાલતા કપલ બોક્સ પર પોલીસે તવાઇ બોલાવી છે.વડોદરાના ફતેગંજમાં આવેલી રેસ્ટોરેન્ટમાં ધમધમતા કપલ બોકસ પર પોલીસે દરોડા પાડી રેસ્ટોરેન્ટના માલિકીની ધરપકડ કરી હતી જેમાં 250 રૂપિયામાં કપલોને1 કલાક એંકાતમાં પુરી પાડવામાં આવતી હોય છે.ગેરકાયદેસર રીતે કપલ બોક્સ બનાવી યુવાધનોને બરબાદ કરવાનો ષડયંત્ર ચાલી રહ્યો છે. સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ સુરતના જુદા-જુદા સ્થળે ચાલતા કપલ બોકસ સામે પોલીસે સંકજો કસ્યો હતો
ઉલ્લેખનીય છે રેસ્ટોરેન્ટની આડ કેટલાક લોકો અલગથી બોક્ષ બનાવી ગેરકાયદેસર યુવક –યુવતીને એંકાત સમય પસાર કરવામાં માટે ગુપ્ત રૂમ બનાવે છે.જેમાં યુવાનોને એ લતે ચડાવી રેસ્ટોરેન્ટ માલિકો તગડો નફો કમાવે છે.વડોદરા શહેરના ફતેગંજમાં વિસ્તારમાં ગેરકાયદેસર કપલ બોકસ ચાલતી હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી જે અધારે રેસ્ટોરેન્ટ દરોડા પાડી કપલ બોક્સમાં બેઠેલા કપલના પણ પોલીસને જઇ હેબતાઇ ગયા હતા અને પરસેવો છુટી ગયો હતો પોલીસને 7 કપલ મળી આવ્યા હતા જે સ્કુલ –કોલેજીયન હોવાનું સામે આવ્યુ છે .પોલીસે તમામ ઠપકો આપી રવાન કર્યુ હતુ અને રેસ્ટોરેન્ટ સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
