રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજ્કીય પાર્ટીઓ એકશનમોડમાં જોવા મળી રહી છે ચૂંટણીને જોતા પક્ષ પલટાની સિઝન પણ પૂરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપના કેસરિયો ધારણ કરનાર હાર્દિક પટેલ સાથે જેનો ડર હતુ એ થયું ભાજપ જોડાવાના નિર્ણયને લઇ પાટીદાર સમાજમાં પણ હાર્દિક પટેલ પત્યે નારાજગી જોવા મળી હતી જો કે ભાજપમાં જોડાવું એ તેમનો વ્યકિતગત નિર્ણય હતો એકસમયે ભાજપ સામે તીખા પ્રહાર કરતા અને બેબાક નિવેદન આપતા હાર્દિક પટેલ ભાજપમાં સમપલિપ્ત થઇ જતા સોશિયલ મિડિયા પર ઘણા ટ્રોલ થતા જોવા મળ્યા હતા લોકો તેમના ભાજપ વિરોધના ભરપૂર વિડિયો સોશિયલ મિડિયા વાયરલ કરી તેમના માછલા ધોયા હતા હાર્દિક ના ભાજપ જોડાવાના નિર્ણય બાદ ઠેર-ઠેર જિલ્લાઓમાં હાર્દિક પટેલેને ભાજપમાં આવકારતા પોસ્ટર લગાવામાં આવ્યા હતા જયાં હાર્દિક પટેલ સાથે પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ જોવા મળી રહ્યા છે. આખરે જેનો ડર હતુ એ જ થયુ કેટલાક પાટીદાર નારાજ આગેવાનો હાર્દિક પટેલના ફોટા પર સ્યાહી લગાડી રોષ વ્યકત કર્યુ હતુ ઉંઝાના પાટીદાર સમાજના આગેવાન ધનજી પાટીદારે હાઇવે પર લાગેલા હાર્દિકપટેલના ફોટા પર કાળીશાહી ચોપડી તેના પર કાળો ડુચો ફેરવ્યો હતો જો કે આવી ઘટના ન વધે માટે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાંથી તંત્ર દ્રારા હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર પણ તાત્કાલિક ઉતારી લીધા હતા કેમકે હાર્દિક પટેલ સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના અપમાન થવાના ભીતિ રહેલી હોવાથી તંત્રએ તાબડતોબ પોસ્ટર ઉતારી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ જયારે ભાજપમાં જોડાવા કમલમ પહોંચ્યા હતા ત્યાર કેટલાક નારાજ સમર્થકોએ તેમના પર શાહી ફેકવાના પ્રયાસો કર્યા હતા જો કે પોલીસનો ચાંપતો બંદોબસ્તને લઇ તેની રસ્તામાંથી અટકાયત કરી લેવામાં આવી હતી હાર્દિક પટેલના ભાજપ જોડાવાના લઇ કેટલાક પાટીદાર યુવાનો પણ ભારોભાર નારાજ જોવા મળ્યા હતા કેટલાક લોકોએ હાર્દિકને આડેહાથ લીધા હતા.