દેશની જળસીમાઓને અડીને આવેલા રાજ્યમાં ડ્રગ્સ ગાંજા ચરસ સહિતના મોટા પ્રમાણ જથ્થો ગુજરાતના દરિયાકિનારેથી કસાઇન્ટમેન્ટમાં મોટા પ્રમાણ માદક પદાર્થનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. અને યુવાધનને નશા ખોરીના ખપ્પરમાં ધકેલવામાં આવી રહ્યો છે. ઉડતા પંજાબ બાદ હવે ઉડતા ગુજરાત બનતુ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકિનારાઓને હવે ટ્રાન્સઝિટ પોઇન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ડ્રગ્સ માફિયાઓ દ્ઘારા મોટી માત્રમાં ડ્રગ્સ ચરસ ગાંજા સહિત નશીલા પર્દાથોને ઘુસાડાઇ રહ્યો છે તે વચ્ચે વધુ એક વાર કચ્છ સહિતના વિસ્તારોમાં બિનવારસી હાલત ચરસ પેકેટ મળી આવવાની ઘટના સામે આવી છે. ઇબ્રાહીમ પીર બેટ નજીક ભારતીય સૌન્ય દળ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચરસના બિનવારસી હાલતમાં બે પેકેટ મળી આવ્યા હતા જે અંગે BSF સમ્રગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથધરી સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.
