પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બુધવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે “મજબૂત” અને “સિવિલાઈઝ્ડ” સંબંધ ઇચ્છે છે, અને ઉમેર્યું કે તેમના દેશના “નાગરિક અને લશ્કરી નેતૃત્વ એ આ જ પૃષ્ઠભૂમિ પર કાર્ય કરી રહ્યા છે.
ઈમરાન ખાને કહ્યું કે 70 વર્ષથી આપણે એકબીજા સાથે લડતા રહ્યા છીએ. ભારત પાકિસ્તાન પર આંગળીઓ ચિંધે છે, અને પાકિસ્તાન ભારત પર આંગળીઓ ચિંધે છે. બંને બાજુએ ભૂલો થઈ છે, પરંતુ આપણે આ દોષ-રમત રમવા કેટલો સમય કરવો જોઈએ? દર વખતે આપણે એક પગથિયું આગળ લઈ જઈએ છીએ, અમે બે પગથિયાં પાછળ પાડીએ છીએ.
કતરપુર સાહિબના કોરિડોરના ભૂમિપુજન સમારંભમાં બોલતા ઈમરાન ખાને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેને ઉકેલવા માટે બે સક્ષમ નેતાઓ જ કાફી છે. કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે નેતાઓની સક્ષમતા જરૂરી છે. બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થાય તેના પર ખાને ભાર મૂક્યો હતો. ઈમરાન ખાને ફ્રાન્સ અને જર્મનીના એકીકરણનો ઉલ્લેખ કર્યો હતો અને શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા કરવા જણાવ્યું હતું.
કતરપુરમાં ગ્રાઉન્ડ સ્ટોન મૂકાતા નજીકમા ભવિષ્યમાં આ કોરીડોર તૈયાર થઈ જશે અને ભારત અને પાકિસ્તાન માટે વિઝા ફ્રી ઝોન બનશે, ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ આ એક મોટી પહેલ માનવામાં આવે છે. શાંતિ મંત્રણા અને શાંતિ ભંગ કરવા માંગતા તત્વોને આનાથી મોટો ફટકો પડ્યો છે.