હાલ તાજેતરમાં આન્ધ્રપ્રદેશના IAS પૂજા સિંઘલના ત્યા દરોડા દરમિયાન મળી આવેલી કરોડ રૂપિયાની મળી આવેલી બેનામી રોકડ મળવાની શાહી હજુ સુકાઇ નથી તો બીજી તરફ વધુ એક IAS સામે શંકાસ્પદ ભૂમિકાને લઇ ગાંધીનગર IAS કે રાજેશના ત્યા CBIએ દરોડા પાડયા છે અને કે રાજેશના વિશ્વાસું રફીક મેમણને ધરપકડ કરી છે મૂળ આન્ધ્રપ્રદેશના વતની IAS કે રાજેશ 2011ના ગુજરાત કેડરના અધિકારી છે.તેમના ગાંધીનગર ,સુરત ,સુરેન્દ્રનગર સહિત જુદા-જુદા ઠેકાણે દરોડા પાડ્યા છે જેમાં નવા-નવા બણંગા ફૂટી રહ્યા છે જેમાં ફરી એકવાર IAS કક્ષાની અધિકારીની ફરી એકવાર ભ્રષ્ટ્ર ભૂમિકા સામે આવી રહી છે કે રાજેશ પર બંદૂક લાયસન્સ આપવાની પ્રક્રિયામાં પણ લાંચ લેતા સહિત સુરત નેશનલ રૂરલ હેલ્થ મિશનની ગ્રાન્ટના ફંડનો દૂરઉપયોગ કરવાના પણ આરોપ લાગ્યા છે. સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયરે સમ્રગ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે કે રાજેશ વિરુદ્ઘ મુખ્યમંત્રી ચીફ સક્રેટરી અને CBI ને પણ પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવી હતી હાલ CBI કે રાજેશના વિશ્વાવસુ અને વચેટિયા રફીક મેમણની ધરપકડ કરી છે અને તપાસનો રેલો અધિકારીના વતન સુધી પહોંચ્યો છે. હજુ નવા ખુલાસાઓ સામે આવી શકે છે
