પોર્ન (Porn)ને લઈને અનેક રીતના વિવાદ થતાં આવ્યા છે. આનાથી લોકોમાં વ્યવહારિક પરિવર્તનને લઈને ચર્ચા થતી આવી છે. અનેક વખત તે મુદ્દો ઉઠતો રહ્યો છે કે, પોર્ન દેખનાર બળાત્કાર માટે ઉત્સાહિત થઈ શકે છે.
વર્તમાન સમયમાં માતા-પિતા તે વાતને લઈને સૌથી વધારે ચિંતિત રહે છે કે, ક્યાંક તેમના બાળકને પોર્ન દેખવાની લત તો પડી ગઈ નથી ને? મહામારી દરમિયાન ઓનલાઈન અભ્યાસના કારણે બાળકોની મોબાઈલ સુધી પહોંચ સરળ બની ગઈ છે. તો માતા-પિતા શું-શુ પગલાઓ ભરી શકે છે કે જેનાથી સુનિશ્ચિત કરી શકાય કે તેમના બાળકનું બાળક પોર્ન સુધી ના પહોંચી શકે.
અનેક શોધ અને સર્વેનું માનવું છે કે બાળકોમાં પોર્ન જોવાની લત ઝડપથી વધી રહી છે. અનેક વિશેષજ્ઞ જણાવે છે કે, લોકડાઉનમાં પોર્ન જોનારાઓની સંખ્યામાં ખુબ જ વધારો થઈ ગયો હતો. બાળકોમાં પોર્ન જોવાની લત પાછળના જવાબદાર કારણમાં બાળકોની મોબાઈલ સુધી સરળ પહોંચને દર્શાવવામાં આવે છે.
– માતા-પિતા મોબાઈલ પર સેફ સર્ચને ઓન કરી શકે છે. ગૂગલ પર ગિયર આઈકોન પર ટેપ કરો, નીચે સ્ક્રોલ કરો અને સર્ચ સેટિંગ્સ પર ટેપ કરો અને પછી Filter Explicit Resultની પસંદગી કરી લો. ડેસ્કટોપ પર ગૂગલ પર જવા માટે સેટિંગ્સ પર ક્લિક કરો અને સેફ સર્ચના ઓપ્શનને સિલેક્ટ કરી લો.
– ઘરમાં વાઈફાઈ છે તો તેના પાસવર્ડને બાળકો સાથે શેર ના કરે જેથી તેઓ તમારી નજરોથી દૂર ઈન્ટરનેટોનો ઉપયોગ પોર્ન જોવા માટે ના કરી શકે.
– શાળાઓમાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ, પરંતુ ભારતમાં એવું થઈ રહ્યું નથી તે માટે જરૂરી છે કે માતા-પિતા શિક્ષક અને શાળા એડમિનિસ્ટ્રેશન સાથે વાત કરે.
માતા-પિતા જો પોતાના બાળકને પોર્ન જોતા સમયે પકડી લે તો ત્યારે તેમનું સ્વભાવ એવો ના હોવો જોઈએ જેનાથી બાળક ગભરાઇ જાય અથવા તે એટલી શરમ અનુભવે કે તેના પર માનસિક તણાવ વધી જાય.
તેના માટે એક એવો માહોલ બનાવવાની જરૂરત છે જેમાં બાળક માતા-પિતા સાથે ખુલ્લા મને શરમવગર વાત કરી શકે. પરંતુ જ્યાર સુધી તમે વાત કરશો નહીં ત્યાર સુધી તમને વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવશે નહીં. બાળકોને તમારાથી છૂપાઈને કામ કરવાની જરૂરત પડવી જોઈએ નહીં. વાતચીત દ્વારા તમે તેની તે આદતને ખત્મ કરી શકો છો.
– અનેક પેરેન્ટલ કંટ્રોલ એપ્સ પણ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જરૂરત છે કે, દરેક એપને વ્યવસ્થિત રીતે રિવ્યૂ કરીને તેને ઈન્સ્ટોલ કરો જેથી બાળકોને પોર્ન જોતા અટકાવી શકાય.
અંતેમાં તે સમજવું ખુબ જ જરૂરી છે કે અનેક વખત માનસિક બિમારીના કારણે પણ બાળકોમાં પોર્ન જોવાની આદત વિકસિત થઈ જતી હોય છે. જો એવું છે તો બાળકને કોઈ સાયકોલોજિસ્ટ પાસે તપાસ માટે લઈ જાઓ.
તે ઉપરાંત બાળકો એક જગ્યા પર સ્થિર બેસી ના રહ્યા હોય અથવા બાળકોનું ધ્યાન એકાગ્ર કરવામાં પણ મુશ્કેલી આવતી હોય. તેઓ ખુબ જ મુશ્કેલીથી એક જગ્યા પર ધ્યાન રાખી શકતા હોય. જિદ્દી થઈ જાય છે અને ઝડપી ઉત્તેજિત પણ થઈ જાય. જો તમને આવા લક્ષણો બાળકોમાં જોવા મળે છે તો તરત જ તેમને મનોચિકિત્સક પાસે લઈ જાઓ.