Himanta Biswa Sarma: વકફ કાયદા પર હિંસા વચ્ચે હિમંતા બિસ્વા શર્માનું નિવેદન, 40% મુસ્લિમ વસ્તી છતાં આસામમાં શાંતિ
Himanta Biswa Sarma વકફ સુધારા અધિનિયમ, 2025ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને કેટલાક રાજ્યોમાં થયેલા હિંસક પ્રદર્શનો વચ્ચે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શાંત રહેવા માટે પોતાના રાજ્યના નાગરિકોનો આભાર માન્યો છે અને પશ્ચિમ બંગાળના પરિસ્થિતિઓની તુલનામાં Assamમાં શાંતિ જાળવવામાં રાજ્યની તંત્રની કામગીરીની પ્રશંસા કરી છે.
મુખ્યમંત્રીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આસામમાં લગભગ 40 ટકા મુસ્લિમ વસ્તી હોવા છતાં, વકફ કાયદા સામે માત્ર ત્રણ જગ્યાએ અસંતોષ વ્યક્ત થયો, તે પણ ખૂબ જ મર્યાદિત સ્તરે. દરેક જગ્યાએ 150થી વધુ લોકો ઉપસ્થિત ન હતા.” આ નિવેદન સાથે જ તેમણે મમતા બેનર્જી ને અપ્રત્યક્ષ રીતે ઉદ્દેશીને પ્રશ્ન કર્યો કે પશ્ચિમ બંગાળમાં હિંસાની પરિસ્થિતિ કેમ ઊભી થઈ?
શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વ Twitter) પર પોસ્ટ કરીને કહ્યું કે, “અમે આ શાંતિ માટે આસામ પોલીસ અને કાયદા અમલકરણ એજન્સીઓનો આભાર માનીએ છીએ, જેમણે ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારી રાખી અને શાંતિ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.” તેમણે ઉમેર્યું કે વાસ્તવમાં આસામના લોકો જાતિ કે ધર્મથી પર રહીને એકતા દર્શાવી રહ્યા છે અને તેઓ તેમના પરંપરાગત તહેવાર બોહાગ બિહુની ઉજવણી માટે ઉત્સાહભેર તૈયારીઓમાં જોડાયેલા છે. શર્માએ કહ્યું કે આ ભાવનાને જ સાચી ભારતીય સંસ્કૃતિ કહે છે.
વિશેષ નોંધનીય છે કે વકફ બિલ સંસદના બજેટ સત્ર દરમિયાન પસાર થયું હતું અને રાષ્ટ્રપતિની મંજૂરી પછી તે કાયદા રૂપે લાગુ પડ્યું છે. લોકસભામાં આ બિલને 288 મતો સાથે પસાર કરવામાં આવ્યું હતું, જ્યારે 232 મતો તેના વિરોધમાં હતા. રાજ્યસભામાં પણ એ મોટા બહુમતિથી પસાર થયું.
આ ધારાસભાથી દેશના કેટલાક ભાગોમાં વિરોધ થઇ રહ્યા છે, જેમાં પશ્ચિમ બંગાળમાં એ હિંસક સ્વરૂપમાં બહાર પડ્યા હતા, જ્યારે આસામે શાંતિ જાળવીને એક અલગ નમૂનો રજૂ કર્યો છે.