લગભગ એક લાખ કરોડની સંપત્તિ ધરાવતા તિરૂવનંતપુરમનું પદ્મનાભસ્વામી મંદિર આ દિવસોમાં ભારે આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. 25 માર્ચથી મંદિર લોકડાઉનના કારણે બંધ છે. દર મહિને દાનમાં આવતા 5 થી 7 કરોડ રૂપિયા હવે હજારોની સંખ્યામાં આવે છે. મંદિરનો ખર્ચ 1.50 કરોડ રૂપિયા છે. એવામાં મેનેજમેન્ટ હવે સરકાર અને ત્રાવણકોર રાજ પરિવાર પાસે મદદ માંગવાનો વિચાર કરી રહ્યું છે. સ્ટાફ અને પૂજારીઓનો આવકનો ખર્ચ મહિને લગભગ એક કરોડ રૂપિયા છે. મંદિરને ખોલવાનો નિર્ણય 30 જૂન પછી જ થશે. જૂનના છેલ્લાં સપ્તાહમાં મંદિર પ્રશાસન સમિતિની મીટિંગમાં આર્થિક સંકટથી બહાર આવવા માટે પ્રસ્તાવો ઉપર ચર્ચા થશે.
મંદિર સમિતિ સામે આ સમયે આર્થિક સંકટ સામે લડવું સૌથી મોટી ચુનોતી છે. માર્ચના છેલ્લાં દિવસોમાં બંધ થયેલાં મંદિર સામે અર્થ સંકટ એપ્રિલથી જ શરૂ થઇ ગયું હતું. તે સમયે મંદિરમાં સાત લાખ સુધીનું દાન આવી ગયું હતું. 2011માં મંદિરના ભોંયરામાંથી મળેલાં ખજાનામાં અનેક બહુમૂલ્ય રત્ન અને સોનાના સિક્કા મળ્યાં હતાં. લગભગ 800 કિલો સોનાના સિક્કા બીજી સદીના છે. પુરાતત્વ વિભાગની એક રિપોર્ટ પ્રમાણે એક-એક સિક્કાની કિંમત અઢી કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવી છે. આ સિવાય પણ અનેક દુર્લભ કલાકૃતિઓ અને રત્ન મળે છે. તેની કિંમત કરોડોમાં છે.