Loan ગ્રાહકો માટે ખુશખબર: સરકારી બેંકોએ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો, આજથી નવા દર લાગુ
Loan લોન લેનાર ગ્રાહકો માટે એક સારી ખબર છે. દેશની જાણીતી સરકારી બેંકોમાં એક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ રેપો રેટ લિંક્ડ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે આ બેંકે 12 એપ્રિલ, 2025થી લોન પરના નવા વ્યાજ દર લાગુ કર્યા છે. IOBએ રેપો-લિંક્ડ ધિરાણ દર (RLLR) 9.10 ટકાથી ઘટાડીને 8.85 ટકા કર્યો છે, જેના કારણે હોમ લોન, પર્સનલ લોન અને અન્ય લોન માટે વ્યાજ ઓછું ચૂકવવું પડશે.
આ પગલું ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 6 એપ્રિલે યોજાયેલી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક પછી લેવામાં આવ્યું છે. RBIએ રેપો રેટ 6.25 ટકાથી ઘટાડીને 6 ટકા કર્યો છે, જેને પગલે વિવિધ બેંકો પોતાના લોનના દરમાં ઘટાડો કરવા લાગી છે.
11 એપ્રિલે IOBની એસેટ લાયેબિલિટી મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દર ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ. આ પગલાથી લાખો ગ્રાહકોના ઇએમઆઈ ઘટાડશે અને નવા લોન લેવા ઇચ્છુક લોકોને પણ રાહત મળશે.
IOB સિવાય અન્ય મોટી સરકારી બેંકો પણ દર ઘટાડવાના પગલાં લઈ રહી છે. પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને યુકો બેંકે પણ પોતાનાં રેપો લિંક્ડ લોન દરમાં ઘટાડો કર્યો છે.
PNB: RBLR 9.10% થી ઘટાડીને 8.85%
બેંક ઓફ ઈન્ડિયા: RBLR હવે 8.85%
ઈન્ડિયન બેંક: 35 બેસિસ પોઇન્ટ ઘટાડો કરીને 8.70%
યુકો બેંક: ધિરાણ દર ઘટાડીને 8.80%
આ બધા પગલાંઓનો સીધો લાભ ગ્રાહકોને મળશે. લોનની ઇએમઆઈ ઓછી થશે, નવી લોન લેવી વધુ સરળ બનશે અને રોકાણ માટે વિશ્વાસ વધી શકે છે. વ્યાજ દરમાં આવી નરમાઈ અર્થતંત્રમાં માંગ વધારવા અને નાણાકીય પ્રવાહિતા વધારેવા માટે લાભદાયી બની શકે છે.