ભારતના સૌથી ધનવાન વ્યકિતઓમાં હવે ગૌતમ અદાણીનો નામ મોખરી રહ્યો છે. એક સમયે વર્ષો સુધી પ્રથમ ક્રમ પદ જાળવી રાખનાર અંબાણીને પણ ગૌતમ અદાણીએ પાછળ છોડ્યું છે. વિશ્વની ધનિક યાદીમાં ટોપ 10 ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે.
આ વર્ષે કમાણીના મામલામાં વિશ્વના ટોચના અમીરોને પાછળ છોડનાર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક પછી એક મોટા આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાછલા સમયથી કંપનીના શેરમાં રોકાયેલા લોઅર સર્કિટને કારણે તેની સંપત્તિમાં ઘટાડો થયો છે. આ સિવાય તેમની બે કંપનીઓનું માર્કેટ કેપ પણ ખરાબ રીતે તૂટી ગયું છે.
એક અહેવાલ અનુસાર, શેરબજારમાં તાજેતરમાં વેચવાલીના પગલે ગૌતમ અદાણી ગ્રૂપની ખાદ્ય તેલ કંપની અદાણી વિલ્મર અને અદાણી પાવરનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડની નીચે આવી ગયું છે. BSE ડેટા અનુસાર, અદાણી પાવરનું માર્કેટ કેપિટલાઇઝેશન 12 મે, ગુરુવારે ઘટીને રૂ. 93,550 કરોડ થયું હતું, જ્યારે અદાણી વિલ્મરનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 75,615 કરોડ થયું હતું. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં જ આ બંને કંપનીઓ 1 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે કંપનીઓના ક્લબમાં પ્રવેશી હતી.