ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં PPE બનાવવાળી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં 14 લોકો જીવતા સળગીને ખાખ થયા હતા. જ્યારે ચાર લોકોની હાલત ગંભર હોવાનું માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ આગ પોલીસ સ્ટેશન રોડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી 12/71 ફેક્ટરીમાં લાગી છે. જ્યાં આગ લાગી છે, તે ફેક્ટરીમાં માસ્ક અને પીપીઇ કિટ્સ આ ફેક્ટરીમાં બનાવવામાં આવતી હતી.
ફેક્ટરીમાં આગની સૂચના મળતાંજ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સાહિબાબાદ અને વૈશાલી ફાયર સ્ટેશનથી વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘણા પ્રયત્નો બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. સીઓ બોર્ડરે જણાવ્યું હતું કે આ આગમાં 14 લોકોના જીવતા ભૂંજાયા છે.
ગાઝીયાબાદની ફેક્ટરીમાં ભીષણ આગ, ઘટના સ્થળે પહોંચેલા એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને તબીબી સાધનો બનાવતી ફેક્ટરીમાં ભારે આગ લાગી હોવાની બાતમી મળી હતી. માહિતીના આધારે પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને અનેક કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
શરૂઆતમાં તપાસ બાદ જાણવા મળ્યું કે આ સમયગાળા દરમિયાન કારખાનામાં કામ કરતી બે મહિલાઓ અને એક સગીર બાળક સહિત 14 લોકો જીવતા ભૂંજાયા છે. આ લોકોમાંથી 4 ની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.