આગામી છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં ભાજપ અને અન્ય ધાર્મિક સંગઠનો દ્વારા રામ મંદિર નિર્માણ માટેન હિલચાલ કરવામાં આવી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શિવસેનાનાં ઉદ્વવ ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વંય સેવ સંધ દ્વારા 1992 જેવું આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
અયોધ્યાને કેન્દ્ર અને રાજ્ય સરકારે ભલે પોલીસ અને અર્ધ લશ્કરી દળોની છાવણીમાં ફેરવી નાંખ્યું છે પરંતુ સમગ્ર દેશમાં ખોફનું વાતાવરણ નિર્માણ થયું છે. 1992માં અનુભવ કરનારા લોકો કહી રહ્યા છે કે 1992 અને આજની સ્થિતિમાં કોઈ ફરક જોવા મળી રહ્યો નથી. મુ્સ્લિમ સમાજમાં 1992માં આવી જ રીતે મોટા પાયા પર અસંખ્ય લગ્ન ચાલી રહ્યા હતા અને બાબરી મસ્જિદનું ધ્વંશ થતાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.
ફરી એક વાર 26 વર્ષ પછી 92 જેવી સ્થિતિ જોવા મળતા સોશિયલ મીડિયામાં મુસ્લિમોને યુપી, બિહારના પ્રવાસ ટાળવાના મેસેજ ફરતા થઈ ગયા છે. ઓછી વસ્તી ધરાવતા મુસ્લિમ કસ્બાઓમાં વધુ ભય જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કાર અને અન્ય રીતે રોડથી ટ્રાન્સપોર્ટેશન નહીં કરવા માટે સોશિયલ મીડિયામાં મેસેજ ફરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. ખાસ કરીને ટ્રેનોમાં પણ પ્રવાસ ટાળવા માટેના મેસેજ ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિવિધ પ્રાંતોમાંથી હાલ વેેકેશન માણવા માટે લોકો પોતાના વતન ગયા હોવાથી લોકોમાં ચિંતા થવી સ્વભાવિક છે. પોલીસ તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા અને તોફાની તત્વો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે કોમ્બીંગ અને પેટ્રોલીંગ વધારી દીધું છે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને પોલીસ કુમકને બંદોબસ્તમાં જોતરી દેવામાં આવી છે.