ઉત્તર પ્રદેશઃ લગ્નેત્તર સંબંધો વિશે આપણે સાંભળ્યું છે. જેમાં પારિવારી અંદરો અંદર પણ પ્રેમ પાંગરતો હોય એવા પણ કિસ્સાઓ બને છે. દિયર-ભાભી વચ્ચે, જેઠ- દેરાણી વચ્ચે, ભત્રીજાને કાકી સાથે આવા કિસ્સાઓ બનતા રહે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં પારિવારી સંબંધોને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોતાના પુત્રની પત્ની એટલે કે પુત્રવધૂના પ્રેમમાં સસરો પાગલ બન્યો હતો. જેના પગલે તેણે ક્રૂરતાની હદ પાર કરી હતી. પુત્રવધૂના પ્રેમમાં પાગલ સસરાએ પોતાના જ 16 મહિનાના પુત્રની હત્યા કરી દીધી હતી અને પોતાના અપહરણની કહાની બનાવી હતી.
મળતી માહિતી પ્રમાણે આ શરમજનક ઘટના ઉત્તર પ્રદેશના કારગંજ શહેરના જ્વાલાપુરી મહોલ્લાની છે. આરોપીના પુત્ર સચિનના જણાવ્યા પ્રમાણે તેના પિતાના આડા સંબંધો પુત્રવધૂ સાથે હતા. આડાસંબંધોના કારણે સસરાએ પોતાની પ્રેમિકાના લગ્ન પુત્ર સાથે કરાવી દીધા હતા.
લગ્ન બાદ સસરો કિશન કુમાર પોતાની પુત્રવધૂ સાથે સંબંધ બનાવતો રહ્યો હતો. બંને વચ્ચે પ્રેમ વધતો રહ્યો હતો. એકબીજા સાથે જીવવા મરવાના કોલ પણ લેવાઈ ગયા હતા. આ વચ્ચે કિશનની પત્નીએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ આ વાત પુત્રવધૂને મંજૂર ન હતી. આ વાતને લઈને પુત્રવધૂ અને સસરા વચ્ચે તીખી તકરાર પણ થવા લાગી હતી.
આડા સંબંધો તૂટવા સુધી પહોંચી ગયા હતા. પરંતુ પ્રેમમાં આંધળા પિતા કિશન કુમારે 16 મહિનાના માસૂમ પુત્રને દુનિયાથી હટાવવાનું મન બનાવી લીધી હતું. 16 મહિનાના પુત્રને જિંદા હજારા નહેરમાં ફેંકી આવ્યો હતો. અને પોતાનું અને પુત્રનું અપહરણ થયું હોવાની જાણ પોલીસને કરી હતી.
જોકે, આરોપી પિતાની કબૂલાત બાદ માસૂમ યશને ગોતાખોરોની મદદથી નહેરમાં શોધખોળ ચાલી રહી છે. પુત્ર સચિન કુમારે જણાવ્યું કે મારો ભાઈ રાત્રે રડી રહ્યો હતો. સવારે ઉઠીને જોયું તો તે જગ્યા ઉપર ન હતો. મને પપ્પા અને મારી પત્ની ઉપર શંકા છે. મારા પપ્પા અનેકવાર કોશિશ કરી ચૂક્યા છે. પપ્પા મારી પત્નીનું અનેક વર્ષોથી અફેર ચાલી રહ્યું હતું. બાળકનો કોઈ પત્તો નથી.