Farooq Abdullah alleges: મુર્શિદાબાદ હિંસા હિંદુ-મુસ્લિમમાં વિભાજનનો પ્રયાસ
Farooq Abdullah alleges દેશમાં વકફ સુધારા કાયદાને લઈને સતત વિરોધ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં તણાવનો માહોલ સર્જાયો છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા અને ભાજપ સાંસદ નિશિકાંત દુબેના નિવેદન સામે નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલ્લાએ કડક પ્રતિક્રિયા આપી છે.
ફારુક અબ્દુલ્લાએ જમ્મુમાં નિવેદન આપતાં કહ્યું કે મુર્શિદાબાદમાં હિંસા એ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયાસ છે. તેમના મતે, બુલડોઝરનો ઉપયોગ કરી મસ્જિદો, શાળાઓ અને મુસ્લિમોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે – અને એ લોકો સામે કોઈ પુરાવા નહીં હોવા છતાં. તેમણે સવાલ કર્યો કે જો સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે, તો પછી તેનો દુરુપયોગ કેમ થઈ રહ્યો છે? “શું કાયદો બધા માટે સમાન નથી? શું મારા અને તમારા માટે અલગ કાયદો છે?” એમ તેમણે તીવ્ર ટિપ્પણી કરી.
#WATCH | Jammu: On BJP MP Nishikant Dubey's remarks, National Conference president Dr. Farooq Abdullah says, "… There are four pillars of democracy. Parliament, the Judiciary, and the executive. If a wrong law is passed, then we can go to the Supreme Court and present our… pic.twitter.com/nU8DiHcXxg
— ANI (@ANI) April 20, 2025
ભાજપ સાંસદ નિશિકાંત દુબેની ટિપ્પણી પર કટાક્ષ કરતાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે દેશના ચાર લોકશાહી સ્તંભોમાંથી એક છે ન્યાયતંત્ર. જો કોઈ ખોટો કાયદો પસાર થાય, તો નાગરિકોને સુપ્રીમ કોર્ટમાં પોતાનો મુદ્દો રજૂ કરવાની છૂટ છે. “કોઈ સાંસદ દ્વારા જજમેન્ટના વિરોધમાં આવું નિવેદન આપવું અત્યંત ખોટું છે,” એમ તેમણે જણાવ્યું.
ફારુક અબ્દુલ્લાએ રામબન વિસ્તારમાં થયેલા ભૂસ્ખલન બાબતે પણ કેન્દ્ર સરકારને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને ઘણા વાહનો કાટમાળ નીચે દટાયા છે. ટનલ પાસેના પુલને પણ નુકસાન પહોંચ્યું છે. “આ એક કુદરતી આપત્તિ છે અને અમે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ,” એમ તેમણે કહ્યું. સાથે સાથે તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે લોકોને સહાય પહોંચાડવામાં અને નુકસાનની ભરપાઈમાં તાત્કાલિક પગલાં લેવાં જોઈએ.
#WATCH | Jammu: On Murshidabad violence, National Conference president Dr. Farooq Abdullah says, "…There is violence because they have tried to instil hate between Hindus and Muslims. Bulldozers were used. Masjids were demolished. Schools were demolished. Muslim houses were… pic.twitter.com/uemt6lio5n
— ANI (@ANI) April 20, 2025
ફારુક અબ્દુલ્લાના આ નિવેદનો હાલની રાજકીય અને ધાર્મિક તણાવની પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, ખાસ કરીને જ્યારે વકફ કાયદાની વિરુદ્ધ અનેક વિસ્તારોમાં લોકોનો રોષ વધી રહ્યો છે.