‘અમે માનતા ઉતારવા આવ્યા છીએ’ કોરોનાની ગાઈડલાઈનમાં છુટછાટ મળતા મંદિરો અને ધર્મ સ્થાનકો ખુલતાની સાથે આજે ચોટીલા પહોંચેલા અનેક લોકોએ યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના તજજ્ઞને કોરોનાથી મુકત થયા હોવાથી માનતા ઉતારવા આવ્યા હોવાનું કહી માતાજીની રક્ષા હોય તો રસીકરણ સહિત અન્ય કોઈ બાબતની જરૃર નથી તેમ જણાવ્યુ હતું.સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનની ટીમ આજે લોકોમાં રહેલી કોરોના વિશેની માનશિકતા ચકાસવા માટે ચોટીલા પહોંચી હતી. અહીં માનતા ઉતારવા આવેલા શ્રદ્ધાળુ, ભાવિકોનાં અભિપ્રાય લીધા હતા. જેમાં ૫૪ ટકા લોકોએ જણાવ્યુ હતું કે અમોએ પરિવારના સભ્યોને કોરોના ન થાય તે માટે માનતા લીધી હતી. જે પરીપૂર્ણ થતાં અમો માનતા ઉતારવા માટે આવ્યા છીએ. વેકસીનેશન કરાવ્યું કે કેમ ? તેવા સવાલના જવાબમાં ૭૨ ટકા લોકોએ ના કહી હતી અને રસીકરણ લેવાનાં પણ નથી તેમ જણાવ્યું હતું. કારણ પુછતા જાણવા મળ્યુ હતુ કે રસીકરણને લીધે શરીર નબળુ પડે છે. જેની આડઅસર ગંભીર હોય છે. માતાજીની જે તે રક્ષા હોય તેને રસીકરણની જરૃર નહી. મોટા-મોટા લોકો માનતા લેતા હોય તો અમે તો સાવ નાના માણસ અમારો સહારો માતાજી સિવાય બીજો કોણ હોય ? આ પ્રકારની માનસિકતા સંદર્ભે મનોવિજ્ઞાન ભવનનાં અધ્યાપકોએ જણાવ્યું હતું કે આસૃથા અને શ્રધૃધા એ ભારતીય સંસ્કારીતા સાથે ઐકાયાથી જોડાયેલી ભાવના રહી છે. પરંતુ કોરોના જેવી મહામારીના સમયમાં રસીકરણ એ જ સાચો ઉપચાર છે. ત્યારે વેકસીનેશન લેનાર વ્યકિત જ મંદિરમાં પ્રવેશ મળવો જોઈએ. વેકસીન લીધી હોવાનું પ્રમાણપત્ર જોયા પછી તેને દર્શનની છુટ તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વેકસીનેશન થયું હશે તો તે વ્યકિત પોતે અને પરસ્પર સંપર્કમાં આવનાર બીજી વ્યકિતને સુરક્ષા આપી શકશે તેથી રસીકરણ મંદિર પ્રવેશ માટે ફરજીયાત હોવું જરૃરી છે.
