Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં શનિવારે અથડામણમાં બે જવાનો શહીદ થયા હતા,
અનંતનાગમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પર સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે ત્રણ ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અનંતનાગના અહલાન ગાગરમંડુ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાના સમાચાર હતા. ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.
સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને ગોળીબાર કર્યો
સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને ગોળીબાર કર્યો. જો કે આ અથડામણમાં બે જવાન શહીદ થયા હતા. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.