Education: રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા
ઓગષ્ટથી ડિસેમ્બર 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
માધ્યમિક શાળાઓની 4000 જગ્યાઓ
કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણધિકારી દ્વારા ‘વિદ્યાર્થી-જીવન પથદર્શક બનશે શ્રીમદ્ ભગવદ ગીતા’ જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે 19 જુન 2024માં શરૂ કરવામાં આવ્યું હતું.
જાહેરાત બાદ પુસ્તકમાં ક્યાંય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ કરાયો નથી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનાં મહામંત્રી મનોજ પટેલ માને છે કે, ધોરણ 6 નાં પુસ્તકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ક્યાંય ઉલ્લેખ નથી. અભ્યાસક્રમમાં કોઈ ઉમેરો નથી કરાયો. અલગથી પણ કોઈ પુસ્તક વિશે માહિતી નથી અપાઈ. શિક્ષણ વિભાગે નવા સત્રથી શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસમાં જોડાવાની જાહેરાત કરી હતી પણ એની કોઈ માહિતી પણ અપાઈ નથી.
ધોરણ 1 થી 8ના પુસ્તકો તો છપાઈ ગયા છે પરંતુ આયોજનના અભાવે ધોરણ 6 થી 12ના પુસ્તકમાં ક્યાંય ભગવત ગીતાનો પાઠ નહીં છપાતા આ મુદ્દો હાલ વિવાદનું કેન્દ્ર બન્યો છે.
ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકાર હીંદુઓની વાતો કરે છે પણ તેઓ ગીતાનો અભ્યાસ દાખલ કરવામાં સફળ થયા નથી.
ચૂંટણી પહેલાં ભાજપના 2 હજાર નેતાઓ બંધારણનો ભંગ કરીને ભાગવત ગીતા ભણાવવા માંગતા હતા. ચૂંટણીમાં મત લેવા અને લોકોને ભ્રમમા નાંખવા માટે ગીતાનો ઉપયોગ ભાજપે કર્યો છે. આ અંગે તપાસ થવી જરૂરી છે. ગુજરાતની વડી અદાલતે તપાસ કરવાના આદેશો આપવાની જરૂર છે.
ગીતાના 51 શ્લોક પસંદ કરી વિદ્યાર્થીઓને પ્રાર્થના સમયે રોજ વિદ્યાર્થીઓને 5 મીટીન વિડિયો જોવા અને સંભળાવવામાં આવશે. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-NEP 2020 પ્રાચીન અને સમૃદ્ધ ભારતીય જ્ઞાનસભર વારસાના આધારે તૈયાર કરવામાં આવી હોવાનો દાવો હતો.
પ્રથમ તબક્કે શ્રીમદ્ ભગવદ ગીતામાં વર્ણિત મૂલ્યોને પૂરક પાઠ્યસામગ્રી દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે.
જીવનમાં મદદરૂપ થવા, વ્યક્તિત્ત્વ વિકાસ અને તેમના મનોબળને મજબૂત કરવા આ શ્લોક સંભળાવવામા આવશે.
સંસ્કૃત અને મનોવિજ્ઞાનના તજજ્ઞ ડો. નિવેદિતાબેન ગાંગુલી દ્વારા સરળ શૈલીમાં પાંચ મિનિટની મર્યાદાવાળા વીડિયો બનાવાયા છે. જેમાં શ્લોકોની સમજૂતી આપવામાં આવી છે.
એક શ્લોક એક સપ્તાહ સુધી દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. પ્રોજેક્ટનો અમલ કરી દેવામાં આવ્યો છે.
5 મહિના પહેલા ફેબ્રુઆરી 2024માં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવા સવારની પ્રાર્થનાનો ફરજિયાત ભાગ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
શહેરની 449 મ્યુનિસિપલ શાળાઓમાં કુલ 1.66 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.
સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ ડી દેસાઇ છે.
અભ્યાસક્રમ અને વધારાની પ્રવૃત્તિઓ માટે ગીતા છે. ઓડિટોરિયમમાં પણ શિક્ષકો માટે ભગવદ ગીતાનો ગીતા પર ખાસ સત્રો યોજાવાના છે.
2023માં મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષકોની મદદથી શહેરના 100થી વધુ જાહેર સ્થળોએ ગીતા શ્લોક લખવામાં આવ્યા હતા.
રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવાની જાહેરાત ગુજરાતના પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા માર્ચ 2023માં બજેટ સત્ર દરમિયાન રાજ્ય વિધાનસભામાં કરવામાં આવી હતી.
શિક્ષકો
ગુજરાતની શાળાઓમાં શિક્ષકો નથી, પરંતુ જૂન 2024થી રોજ સવારે ગીતાનું જ્ઞાન લેવું ફરજિયાત છે.
37,000 શાળાઓના બાળકોને યોગ્ય મધ્યાહન ભોજન મળતું નથી. આ બાળકોએ ફરજીયાતપણે ગીતાનું જ્ઞાન મેળવવું પડે છે. ધર્મ પણ ખાલી પેટ શિખવવામાં આવે છે.
સરકારી શાળાઓમાં અન્ય વિષયો ભણાવવા માટે શિક્ષકો નથી. તેમ છતાં, ભગવદ ગીતાને સરકારી શાળાઓમાં અભ્યાસક્રમનો ભાગ બનાવવાનો પ્રસ્તાવ ફેબ્રુઆરી 2024માં ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો.
ભગવદ ગીતાને ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસક્રમનો એક ભાગ બનાવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિરોધ વિના દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. ગુજરાતની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી શરૂ થયું છે.
DEO અમદાવાદ ગ્રામ્ય કૃપા ઝા છે.
અમદાવાદની 600 થી વધુ શાળાઓમાં સવારની એસેમ્બલીનો ફરજિયાત ભાગ છે. તમામ શાળાઓને પરિપત્ર આપી આદેશ કરાયો હતો.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગે રાજ્યભરમાં ભગવદ ગીતાને ગુજરાતી પ્રથમ ભાષાના અભ્યાસક્રમમાં બે પ્રકરણોનો સમાવેશ કર્યો છે. જ્યારે બિન-ગુજરાતી એક અલગ સાહિત્ય છે. વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે.
ગુજરાતમાં લગભગ 1200 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષક સાથે ચાલી રહી છે.
ગીતા જંયતીએ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતુ કે. શ્રીમદ્ ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી 8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવેલો છે. જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે. શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વકૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે અને ધોરણ 6થી 12 માટેનું સદર સાહિત/ અધ્યયન સામગ્રી (પ્રિન્ટેડ, ઓડિયો-વિઝ્યુઅલ વગેરે) આપવામાં આવે તેવી ભલામણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
ફેરવી તોડ્યું
29 એપ્રિલ 2023માં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા જતા સરકાર પોતાના જ ચક્રવ્યૂહમાં ફસાઇ ગઈ હતી. વિધાનસભાની ચૂંટણી પહેલાં કંઈક અલગ વલણ હતું પણ ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કહ્યું હતું કે ભગવદ્ ગીતા પૂરક સાહિત્ય તરીકે રહેશે.
ભગવદ્ ગીતાનું સાહિત્ય શાળા શિક્ષણનો ભાગ નથી. અમે ભગવદ્ ગીતા શાળા, શિક્ષણના ભાગરૂપે ભણાવવાના નથી. જ્યારે શિક્ષણ વિભાગે ભગવદ્ ગીતા સર્વાગીણ શિક્ષણ અંતર્ગત ધોરણ 6થી 8માં ભણાવવાનો ઠરાવ કર્યો છે.
7 ફેબ્રુઆરી 2024માં વિધાનસભામાં દરખાસ્ત રજૂ કર્યાના દિવસો બાદ ભગવદ ગીતાને જૂનથી ધોરણ 6 થી 12 સુધીની સરકારી શાળાઓમાં અભ્યાસક્રમનો ભાગ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પણ અમદાવાદ શહેરની 650 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 19 જુન 2024માં હિંદુ ધર્મના ગ્રંથ ગીતાને ભણાવવાનું શરૂ કરાયું હતું. 3 હજાર શિક્ષકોની તાલીમ પૂરી થઈ છે.
હવે શાળામાં ગીતા દેખાતી નથી. સરકાર પોતે પહેલા ગીતાના સિદ્ધાંતોનું પાલન કરે તે જરૂરી છે. ભગવત ગીતાનો સંદેશ સરકાર પોતે વાંચે જે જરૂરી છે. ગીતામાં ગુરૂનું મહત્વ દર્શાવેલું છે પણ સરકાર ગુરુ આપતી નથી, 32 હજારથી વધુ જગ્યાઓ ખાલી પડી છે.
ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુરુ આપ્યાં વિના ગીતા જ્ઞાન આપવાની વાત કરે છે. ભાજપ કર્મનો સિધ્ધાંત અપવાની શકતી નથી.