શહેરમાં ટ્રાફિકની સ્થિતિ નિયંત્રણ મેળવવા અવાર-નવાર ટ્રાફિક વિભાગ દ્ગારા ટ્રાફિકને લઇ લોકોમાં જાગૃત વધે અને નિયમનો ચુસ્ત પાલન થાય તે માટે સમયાંતરે મેગા ટ્રાફિક ડ્રાઇવનો આયોજન કરવામાં આવતુ હોય છે થોડાક દિવસ આગાઉ શહેરમાં બ્લેક ફેમ વાળી કાર અને મોડીફાઇ કરેલા સાયલેન્સર સામે પોલીસે તવાઇ બોલાવી હતી અને આવા વાહનો સામે મેગા ડ્રાઇવ યોજી હતી જેમાં 6 દિવસના આ ડ્રાઇવમાં પોલીસે નિયમભંગ કરનારાઓ સામે લાખો રૂપિયાનો દંડ વસૂલાયો છે.જેમાં ડાર્ક ફિલ્મ વાહન સામે પોલીસે પશ્રિમ અમદાવાદ ઝોનથી સૌથી વધુ દંડ વસુલયો છે.6 દિવસમાં પોલીસે ડાર્ક ફિલ્મ સામે 8 લાખ 30 હજારનો જંગી દંડ વસૂલ્યો છે અને મોડીફાય સાયલેન્સર વાળા વાહનો સામે 1.84 લાખ રૂપિયાની વસુલયો છે.
