ભારતીય વાયુ સેના દ્વારા પીઓકેમાં આતંકી સંગઠન જૈશે મહોમ્મદનાં આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે ત્યારે ગુજરાતના કચ્છની ઈન્ટરનેશનલ બોર્ડર પર આર્મીએ પાકિસ્તાના ડ્રોનને તોડી પાડ્યો હોવાની જાણકારી મળી રહી છે. ઈન્ડીયન એર ફોર્સે પીઓકેના બાલાકોટમાં 1000 કિલો બોમ્બનો વરસાદ વરસાવી આતંકી અડ્ડાઓને નેસ્તનાબૂદ કરી નાંખ્યા હોવાનું સરકારે જણાવ્યું છે.
પાકિસ્તાની અનનેમ્ડ એરિયલ વ્હીકલ(UAV)ને મંગળવારે કચ્છની ઈન્ટરનેશનલ બોર્ડર પર તોડી પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસના સૂત્રો જણાવી રહ્યા છ કે જૈશ મહોમ્મદના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક થયાના એક કલાકમાં કચ્છ બોર્ડર પર આર્મીએ ડ્રોનનો શિકાર કર્યો હતો.
કચ્છના અબડાસા તાલુકાના નાનઘટદ ગામ પાસે UAVનો કાટમાળ તૂટીને પડ્યો હતો. આજે સવારે 6 વાગ્યાની આસપાસ ગામ લોકએ ધડાકો થયો હોવાનો અવાજ સાંભળ્યો હતો. ગામ લોકોએ જોયું તો ડ્રોનનો કાટમાળા જમીન પર પડેલો હતો. પોલીસે સૂત્રો કહ્યું કે આર્મીએ ડ્રોને તોડ્યું હતું અને તે જમીન પર પડી ગયું હતું. આર્મી અને પોલીસે વિશેષ કશું પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. ગુજરાત બોર્ડર પર એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
