નિરવ મોદી અને મેહુલ ચોકસીએ કરોડો રૂપિયાનું PNB કૌભાંડ આચરી દેશમાંથી ભાગી ગયા છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) આ કૌભાંડમાં મહત્વીન સફળતા હાંસલ કરી છે.
PNB કૌભાંડમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મંગળવારે વધુ એક સફળતા મળી છે. EDએ PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના નજીકના ગણાતા દીપક કુલકર્ણીની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે. કુલકર્ણી હોગકોંગથી આવનારી ફ્લાઇટમાં કોલકત્તા પહોંચ્યો હતો અને તે ચોકસીની હોંગકોંગમાં ચાલી રહેલી ડમી ફર્મનો ડાયરેક્ટર હતો. CBI અને EDએ થોડા દિવસ પહેલા કુલકર્ણી સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરી હતી, ત્યાર બાદ EDને કુલકર્ણીને ઝડપી લેવા માટે મંગળવારે સફળતા મળી હતી.
ED સહિત અન્ય સુરક્ષા એંજન્સીઓને સંભાવના છે, કે કુલકર્ણી પાસેથી કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી મેહુલ ચોકસી વિશ મહત્વપૂર્ણ પૂરાવા મળી શકે છે. કુલકર્ણી પાસેથી મળનારી મહત્વપૂર્ણ માહિતીના આધારે તપાસ એજન્સીઓ મેહુલ ચોકસી સુધી પહોંચી શકે છે. આ પહેલા સપ્ટેમ્બરમાં EDએ તમામ આરોપીઓને ખોટા અને પાયાવિહોણા દર્શાવ્યા હતા. ચોકસીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, EDએ ખોટી રીતે મારી સંપત્તિ જપ્ત કરી છે.
કરોડો રૂપિયાના PNB કૌભાંડ કર્યા બાદ પહેલી વાર ચોકસીએ વીડિયોના માધ્યમથી તેનો પક્ષ રાખીને ઇડી દ્વારા લગાવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા. ચોકસીએ એ પણ કહ્યું હતું, કે ભારત સરકાર તેને‘સોફ્ટ ટાર્ગેટ’ બનાવી રહી છે, કારણ કે બ્રિટન ભાગેલા અન્ય ભગોડાઓને તે પકડી શકી નથી.