હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતા છે. શાસ્ત્રોમાં 33 કરોડ નહીં, પરંતુ 33 કોટિ દેવતા જણાવવામાં આવે છે. કોટિ શબ્દનો અર્થ પ્રકાર થાય છે, એટલે હિંદુ ધર્મમાં 33 પ્રકારના દેવતા છે. કોટિ શબ્દને જ બોલચાલની ભાષામાં કરોડમાં બદલવામાં આવ્યો છે. કોટિ શબ્દના બે અર્થ છે, એક પ્રકાર અને બીજો કરોડ. જેના કારણે 33 કરોડ દેવી-દેવતાઓની માન્યતા પ્રચલિત થઇ ગઇ છે. કોઇપણ કામની શરૂઆતમાં વિધિવત પૂજા કરતી સમયે આ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે.
33 કોટિ દેવતાઓના નામઃ-
33 કોટિ દેવી-દેવતાઓમાં આઠ વસુ, અગિયાર રૂદ્ર, બાર આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ સામેલ છે. થોડાં શાસ્ત્રોમાં ઇન્દ્ર અને પ્રજાપતિના સ્થાને બે અશ્વિની કુમારોને 33 કોટિ દેવતાઓમાં સામેલ કરવામાં આવ્યાં છે.
અષ્ટવસુઓના નામઃ–
1. આપ
2. ધ્રુવ
3. સોમ
4. ધર
5. અનિલ
6. અનલ
7. પ્રત્યૂષ
8. પ્રભાષ
અગિયાર રૂદ્રોના નામઃ–
1. મનુ
2. મન્યુ
3. શિવ
4. મહત
5. ઋૃતુધ્વજ
6. મહિનસ
7. ઉમ્રતેરસ
8. કાળ
9. વામદેવ
10. ભવ
11. ધૃત-ધ્વજ
બાર આદિત્યના નામઃ–
1. અંશુમાન
2. અર્યમન
3. ઇન્દ્ર
4. ત્વષ્ટા
5. ધાતુ
6. પર્જન્ય
7. પૂષા
8. ભગ
9. મિત્ર
10. વરૂણ
11. વૈવસ્વત
12. વિષ્ણુ