8 ઓગસ્ટના રોજ અષાઢ મહિનો પૂર્ણ થઈ જશે. 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનાનો સુદ પક્ષ શરૂ થઈ જશે. રવિવારે સર્વાર્થસિદ્ધિ યોગ અને પુષ્ય નક્ષત્રનો યોગ રહેશે. આ કારણે આ દિવસ વધારે ખાસ બની ગયો છે. અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને તીર્થ યાત્રા કરવાની પરંપરા છે. હાલ કોરોના મહામારીના કારણે મંદિરમાં કે તીર્થ સ્થાને દર્શન કરવા જઈ શકો નહીં તો પોતાના ક્ષેત્રમાં કોઈ મંદિરમાં શિવજીની પૂજા કરી શકો છો. અમાસના દિવસે નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરે જ બધી જ પવિત્ર નદીઓનું ધ્યાન કરો. પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. આવું કરવાથી પણ ઘરમાં જ તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોએ પોતાની શક્તિ પ્રમાણે ધન અને અનાજનું દાન કરવું. કોઇ ગૌશાળામાં લીલુ ઘાસ અને ધનનું દાન કરવું જોઈએ. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. આ પ્રકૃતિને કઇંક આપવાનો દિવસ છે. આ દિવસ હરિયાળી વધારવા માટે ઓછામાં ઓછો એક છોડ કોઈ મંદિરમાં વાવવો જોઈએ. મંદિરમાં જેમ-જેમ છોડ મોટો થશે. તેમ-તેમ તમને પોઝિટિવ ફળ મળી શકે છે. છાયો આપનાર વૃક્ષ લગાવશો તો મંદિરમાં આવનાર ભક્તોને ગરમીના દિવસોમા રાહત મળી શકે છે. કોઈ જાહેર જગ્યાએ પીપળો, લીમડો, આંબળો કે બીલીનો છોડ વાવી શકો છો. સાથે જ, છોડને વૃક્ષ બનવા સુધી તેની દેખરેખ કરવાનો પણ સંકલ્પ લો.
