સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ આસ્થાનાની ધરપકડ કરવા અંગે દિલ્હી હાઈ કોર્ટમાં લાંચ કેસમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે ધરપકડ મામલે અસ્થાનાને રાહત આપી હતી અને મુદ્દત વધારી આપી છે. કોર્ટે સીબીઆઈ દ્વારા જવાબ રજૂ કરવામાં થઈ રહેલા વિલંબ અંગે સવાલ કર્યા હતા.
રાકેશ અસ્થાનાની વિરુદ્વમાં લાંચ લેવાના આરોપસર સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે. જસ્ટીસ નજમી વાઝીરીએ સીબીઆઈને સવાલ કર્યા હતા કે શા માટે સીબીઆઈના દેવેન્દ્રકુમાર વિરુદ્વ ફરીયાદ દાખલ કરવામાં આવી નથી.
સીબીઆઈના વકીલે કહ્યું કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) અસ્થાના સામેના આક્ષેપોની તપાસ કરી રહી છે. આના કારણે કોર્ટમાં જવાબ રજૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. CVC દ્વારા તપાસ રિપોર્ટ આવે એટલે કોર્ટમાં તે રજૂ કરાશે.
માંસ નિકાસકાર મોઈન કુરેશીને સંડોવતા કેસમાં અગાઉ તપાસ અધિકારી તરીકે દેવેન્દ્ર કુમાર હતા. મોઈન કુરેશીની 22મી ઑક્ટોબરે ધરપકડ કરાઈ હતી. ઉદ્યોગપતિ સતીષ સનાની જૂબાનીના આધારે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ ફાઈલ કરેલા કેસમાંથી રાહત મેળવવા લાંચ આપી હોવાનો આરોપ મૂક્યો હતો.
હાઇકોર્ટે 23 ઓકટોબરે સીબીઆઈને તેના વિશેષ ડિરેક્ટર અસ્થાના વિરુદ્ધની ફોજદારી કાર્યવાહી અંગે સ્ટેટ્ક્વો જાળવી રાખવાનો હુકમ કર્યો હતો. દરમિયાન, હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ સનાએ લેખિત ફરિયાદ કરતા અસ્થાના વિરુદ્ધની ફરીયાદ એફઆઈઆર તરફ દોરી ગઈ હતી.
રાકેશ અસ્થાના અને આલોક વર્મા અનેક મુદ્દા પર લોગરહેડમાં હતા અને એકબીજા પર અનેક મહત્વપૂર્ણ કેસની તપાસ અટકાવવા બદલ આરોપ મૂક્યો હતો. સુનાવણી દરમિયાન, સીબીઆઇએ જણાવ્યું હતું કે અસ્થાના સામેના આરોપો ગંભીર છે અને એજન્સી આ બાબતે તપાસ કરી રહી છે અને એફઆઈઆરમાં વધુ ગુનાનો ઉમેરો કરશે.
અભૂતપૂર્વ રીતે 23મી ઓક્ટોબરની મધ્યરાત્રિએ સરકારે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને ફરજમાંથી છૂટા કી રજા પર ઉતારી દીધા હતા. સીબીઆઈના 55 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આ ઘટના બની હતી અને વિવાદ વધુ ઘેરાયો હતો.
રાકેશ અસ્થાના અને આલોક વર્માએ અલગ-અલગ રીતે રીટ પીટીશન દાખલ કરી હતી. 27મી ઓક્ટોબરે આલોક વર્મા વિરુદ્વની તપાસ બે સપ્તાહમાં પૂર્ણ કરવા CVCને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.