રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ રહી છે. આનાથ પહેલા સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોંગદનામું આપ્યું હતું. જેમાં દિલ્હી સરકારે કહ્યું કે તેઓ દિલ્હીમાં લોકડાઉન લગાવવા માટે તૈયાર છે. પરંતુ તે કારગર ત્યારે જ થશે જ્યારે તે આખા NCRમાં લાગૂ કરવામાં આવશે.
દિલ્હી સરકારે એમ પણ કહ્યું છે કે ગઈકાલની સરખામણીમાં આજે દિલ્હીના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં સુધારો જોવા મળ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હી ક્ષેત્રફળમાં ખૂબ નાનું છે, તેથી અહીંની હવાની ગુણવત્તા પર લોકડાઉનની અસર ખૂબ જ મર્યાદિત રહેશે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા દિલ્હી સરકારે તેના સોગંદનામામાં કહ્યું હતું કે, ‘સ્થાનિક ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે અમે સંપૂર્ણ લોકડાઉન જેવા પગલાં લેવા તૈયાર છીએ.’ વધુમાં એવું કહેવામાં આવ્યું હતું કે, જો કે, આવા પગલાં ફક્ત ત્યારે જ અસરકારક રહેશે જો તે સમગ્ર NCR અને પડોશી રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવે.