કોરોનાના કાળમાં ડાકોરના ઠાકોરના દર્શનની ઇચ્છા થઇ તો કોરોનાની મહામારીમાં કલેકટરે જાહેર કરેલા જાહેરનામાના છોતરા ઉડાવીને એક સાથે વારા દારી પરિવારની સાતથી વધુ મહિલા શ્રદ્ધાળુઓ ડાકોરના રણછોડરાયજી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી..આ મહિલાઓએ રણછોડરાયજીના આરામથી દર્શન કરીને ચરણ સ્પર્શ કરવાનો નિષેધ હોવા છતા ચરણ સ્પર્શ કરીને દક્ષિણા પણ ધરી.આ સમગ્ર ઘટના આજે સવારે જ બની છે અને આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે એક પછી એક સાતથી વધુ મહિલાઓ ડાકોર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને દર્શન કરતી જોવા મળી હતી.ડાકોર મંદિરની વર્ષોથી પરંપરા તોડીને આ મહિલા શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના ચરણસ્પર્શ કર્યા..ત્યારે આ સમગ્ર મામલે વિવાદ થયો સીસીટીવીના ફૂટેજ વાયરલ થતા સમગ્ર મામલો ડાકોર પોલીસ મથકે પહોંચતા પોલીસે મેનેજરની ફરિયાદ લઇને કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.સાતથી વધુ મહિલાઓ કોરોના કાળમાં મંદિરના દરવાજા બંધ હોવા છતા મંદિરની અંદર ઘૂસી ગર્ભગૃહ સુધી પહોંચીને રણછોડરાયજીના દર્શન કરીને ચરણ પણ સ્પર્શ કર્યા ત્યારે આ ઘટના ચોક્કસપણે મંદિરની સુરક્ષા સામે સવાલો સર્જે છે. આખરે કોણે આ મહિલાઓને મંદિરમાં પ્રવેશ અપાવ્યો હતો. આ મહિલાઓ ક્યાં માર્ગેથી મંદિરમાં પ્રવેશી.
