CVCએ CBI ચીફ આલોક વર્મા પર તેમના ડેપ્યુટી રાકેશ અસ્થાનાએ મૂકેલા આરોપો અંગે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટને જોતાં કહ્યું કે આલોક વર્મા અંગેના રિપોર્ટમાં આલોક વર્માની પ્રશંસા પણ કરવામાં આવી છે તો સાથે તેમની ટીકા અને નેગેટીવ રિમાર્કસ પણ આપવામાં આવ્યા છે. CVCએ રિપોર્ટ બાદ તપાસ કરવા માટે વધુ સમય આપવા પણ માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટે આલોક વર્માને CVC રિપોર્ટ અંગે 19મી તારીખ સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હવે 20મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું કે CVCએ તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. કોર્ટમાં આ રિપોર્ટ ખોલવામાં આવ્યો હતો. રિપોર્ટને વર્ગીકૃત કરવામાં આવ્યો છે. રિપોર્ટની કેટલીક બાબતોમાં આલોક વર્મા પરના કેટલાક ચાર્જીસ કોમ્લિમેન્ટરી તો કેટલાક ચાર્જીસને અન-કેમ્પલિમેન્ટરી ગણાવાયા છે. જેથી કરીને આવા ચાર્જીસની તપાસ કરવાની રહે છે.
CBIની જાહેરમાં ઈમેજ ખરાબ ન થાય તેના માટે રિપોર્ટની વિગતો સીલ કવરમાં રાખવામાં આવી છે તેને જાહેર કરવા સુપ્રીમ ઈન્કાર કર્યો છે. કોર્ટે આલોક વર્માની સરકાર દ્વારા રજા પર ઉતારી દેવાની અરજી પર સુનાવણી હાથ ધરી છે. આલોક વર્મા વિરુદ્વ ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે આલોક વર્માને CVCના રિપોર્ટની કોપી આપી હતી. આ ઉપરાંત એટોર્ની સોલિસીટર જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસીટર જનરલ તુષાર મહેતાને પણ રિપોર્ટની કોપી આપી હતી. જોકે. કોર્ટે રાકેશ અસ્થાનાને પૂછપરછ રિપોર્ટ આપવાનો ઈન્કાર કર્યો હતો. આલોક વર્મા વતી વકીલ ફલી નરીમાન હાજર રહ્યા હતા.