સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામિનેશન-ગ્રેજ્યુએટ (CUET-UG) ના ચોથા તબક્કામાં ઉપસ્થિત 11 હજાર ઉમેદવારોની પરીક્ષા તેમના પસંદગીના પરીક્ષા કેન્દ્રના શહેરને સમાયોજિત કરવા માટે 30 ઓગસ્ટ સુધી મોકૂફ રાખવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. CUET-UG પરીક્ષાના ચોથા તબક્કાની પરીક્ષા 17 થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાવાની હતી અને તેમાં 3.72 લાખ ઉમેદવારો ભાગ લેવાના હતા.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), જે પરીક્ષાનું સંચાલન કરવા માટે જવાબદાર છે, તેણે અગાઉ જાહેરાત કરી હતી કે તમામ તબક્કાઓ માટેની પરીક્ષા 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના અધ્યક્ષ જગદીશ કુમારે જણાવ્યું હતું કે, “ચોથા તબક્કામાં ભાગ લેનારા 3.72 લાખ ઉમેદવારોમાંથી 11 હજાર ઉમેદવારોની પરીક્ષા, પરીક્ષા કેન્દ્ર માટે તેમની પસંદગીના શહેરને સમાવવા માટે 30 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે.
NTAએ પરીક્ષા કેન્દ્રોની ક્ષમતામાં વધારો કર્યો છે અને પરીક્ષા કેન્દ્રોની ગુણવત્તા વધારવાની સાથે સાથે વધુ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.