સ્વાસ્થ્ય વિભાગ અનુસાર ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 10,229 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,44,47,536 થઇ ગઇ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં અનુસાર, આજે 11,926 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. જ્યારે 125 લોકોએ કોરોનાના પોતાનો દમ તોડ્યો છે.
જોકે, રાહતની વાત તે છે કે, એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,34,096 થઇ છે. જે છેલ્લા 523 દિવસમાં સૌથી ઓછા કેસ છે. અત્યાર સુધીમાં કુલ 33,849,785 લોકો કોરોનાથી સ્વાસ્થ્ય થયા છે. દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 463,655 લોકોના મોત થયા છે.