કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI ચીફનો કાર્યકાળ બેથી પાંચ વર્ષ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
કોંગ્રેસના નેતાએ સુપ્રીમ કોર્ટ પાસેથી વચગાળાની રાહતની પણ માંગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે વટહુકમ આવી સંસ્થાઓની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે જારી કરાયેલા કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરે છે. રણદીપ સુરજેવાલા કહ્યું કે વટહુકમ ઓથોરિટી દ્વારા “સત્તાના સ્પષ્ટ દુરુપયોગ” ને ઉજાગર કરે છે.
સુરજેવાલાએ 14 નવેમ્બરે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારા) વટહુકમ 2021 અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (સુધારા) વટહુકમ 2021 વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તે ઉપરાંત તેમણે 15 નવેમ્બરના કર્મચારી મંત્રાલયના નોટિફિકેશન વિરુદ્ધ અરજી દાખલ કરી છે, જેમાં મૂળભૂત નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.
નિયમોમાં આ સુધારા સરકારને ઈડી, સીબીઆઈના વડાઓ તેમજ સંરક્ષણ, ગૃહ અને વિદેશ સચિવોનો કાર્યકાળ વધારવા માટે સક્ષમ બનાવે છે.
તપાસ એજન્સીઓના સ્વતંત્ર કામકાજની વિરોધી સરકાર- રણદીપ સુરજેવાલા
રણદીપ સુરજેવાલાએ તે પણ આરોપ લગાવ્યો કે, વારં-વાર પુનરાવર્તનમાં કાર્યકાળનું વિસ્તાર તપાસ એજન્સીઓ પર સરકારના નિયંત્રણની પુષ્ટિ કરે છે અને તેમના સ્વતંત્ર કામકાજનો સીધો વિરોધી દર્શાવે છે.
તેમને આરોપ લગાવતા કહ્યું કે આ વટહુકમો ન્યાયિક ઘોષણાને નિષ્ફળ બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે, કોંગ્રેસ નેતાએ કહ્યું કે, વટહુકમ અને નોટિફિકેશન સરકાર દ્વારા સત્તાનો દુરપયોગ અને સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓનો ઉલ્લંઘન પણ કરે છે.
ઉલ્લેખનિય છે કે, આનાથી પહેલા તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ પણ સીબીઆઈ અને ઈડીના પ્રમુખોના કાર્યકાળને વિસ્તાર આપનારા કેન્દ્ર દ્વારા વટહુકમોને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે.